યુવકોએ તાજમહલમાં કબર પર જઈ ગંગાજળ ચઢાવ્યું, બંને પકડાયા

PC: freepressjournal.in

તાજમહલને તેજોમહાલય કહેનારા 2 યુવકોને પોલીસે ધરપકડ કરી છે. બંને યુવકોએ દાવો કર્યો કે તેમણે તાજ મહલની મકબરામાં બનેલી કબરો પર ગંગાજળથી જળાભિષેક કર્યો છે. બંને યુવક મથુરાના રહેવાસી છે. શનિવારે સવારે CISFની ફરિયાદ પર બંને વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિનામાં હિન્દુવાદી સંગઠનના પદાધિકારી કાવડ અને જળ ચઢાવવા માટે તાજ મહલ પર જઇ રહ્યા છે.

ગત દિવસોમાં મહિલા કાવડ લઇને તાજ મહલના પશ્ચિમી ગેટ પર પહોંચી ગઇ હતી. સુરક્ષાકર્મીઓએ તેને રોકી લીધી. શનિવારે 2 યુવક તાજ મહલ પહોંચ્યા હતા. એક યુવકે વીડિયો બનાવ્યો અને બીજા યુવક પાસે પાણીની બોટલ પણ હતી. બોટલથી યુવકે પાણી મકબરા નીચે બનેલી કબરો પર પાણી નાખી દીધું. એમ કરતા તેમને CISFના જવાનોએ જોઇ લીધા અને તેને બોટલ સાથે પકડીને લઇ ગયા. તેના થોડા જ સમય બાદ વીડિયો વાયરલ થઇ ગયા.

જાણકારી આપીને પોલીસને બોલાવી ધરપકડ કરાવવામાં આવી. DP સિટી સૂરજ રાયે જણાવ્યું કે 2 યુવક પર્યટક બનીને તાજ મહાલમાં આવ્યા હતા. તેમને બિસલેરી પાણીની બોટલથી બકબરામાં પાણી ઢોળ્યું હતું. CISFની સૂચના પર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંગાજળ ચઢાવવાનો દાવો કરનાર બંને યુવક મથુરાના બતાવવામાં આવી રહ્યા છે.

અખિલ ભારત હિન્દુ મહાસભાના સંજય જાટે જણાવ્યું કે, બંને કાંવડ લઇને આવ્યા હતા. મથુરાથી સવારે આગ્રા પહોંચ્યા અને તાજ મહલ પહોંચી ગયા. તેમણે તાજ મહલના મકબરામાં બનેલી કબરો પર ગંગાજળથી જળાભિષેક કર્યો છે. શનિવારે સવારે બંને યુવક તાજ મહાલમાં પર્યટક બનીને આવ્યા હતા. એક યુવકના હાથમાં પાણીની બોટલ હતી. બીજો વીડિયો બનાવી રહ્યો હતો. બંને તાજ મહલના મુખ્ય મકબરા સુધી પહોંચી ગયા અને તહખાનાના દરવાજા પર બોટલ ઢોળી દીધી.

CISF કર્મીઓએ યુવકોને એમ કરતાં જોઇ લીધા, તેને બોટલ સાથે પકડી લીધો. તેના થોડા સમય બાદ જ વીડિયો વાયરલ થઇ ગયા. અખિલ ભારત હિન્દુ મહાસભાએ દાવો કર્યો કે બંને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા કાર્યકર્તા છે. બિસલેરી પાણીની બોટલમાં ગંગાજળ હતું. જેને તેજો મહાલય એટલે કે તાજ મહલમાં ચઢાવવામાં આવ્યું. હાલમાં તાજગંજ પોલીસ સ્ટેશનની પોલીસે બંને યુવકોની ધરપકડ કરી લીધી છે. બંને વિરુદ્ધ CISFએ ફરિયાદ આપી છે, જેના પર કેસ નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp