પંજાબમાં એક ટ્રેક પર બે ટ્રેન, એવી ટક્કર થઈ કે કચ્ચરઘાણ નીકળી ગયો

PC: twitter.com

પંજાબના સરહિંદમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી. એક ટ્રેક પર પહેલેથી જ એક ટ્રેન ઊભી હતી. બીજી ટ્રેન પણ એ જ પાટા પર પહોંચી ગઈ. આ ટ્રેને સ્ટેશન પર ઉભેલી ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના એન્જિનને ભારે નુકસાન થયું હતું. બરાબર બાજુના ટ્રેક પર પેસેન્જર ટ્રેન પણ હતી. તે ટ્રેનને પણ નુકસાન થયું હોવાની માહિતી છે. અથડામણના જોરદાર અવાજથી લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાથી ટ્રેનની અવરજવરને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારે સવારે સરહિંદ રેલ્વે સ્ટેશન પર ઉભેલી માલસામાન ટ્રેન સાથે બીજી માલગાડી ટ્રેન અથડાતાં બે લોકો પાયલોટ (ટ્રેન ડ્રાઇવર) ઘાયલ થયા હતા. સરકારી રેલવે પોલીસ (GRP)ના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ટક્કર થવાને કારણે એક માલગાડીનું એન્જિન બીજા ટ્રેક પર ચાલ્યું ગયું અને પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ગયું. જો કે આ દુર્ઘટનામાં જાન-માલનું બહુ નુકસાન થયું નથી.

GRP અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં લોકો પાયલોટ વિકાસ કુમાર અને હિમાંશુ કુમાર ઘાયલ થયા છે. ફતેહગઢ સાહિબની સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે, વિકાસ કુમારને માથામાં ઈજા થઈ છે અને હિમાંશુ કુમારને પીઠ પર ઈજા થઈ છે અને તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક જ ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવી તે હાલમાં જાણી શકાયું નથી. એક ગુડ્સ ટ્રેન પહેલાથી જ ટ્રેક પર ઉભી હતી, તો બીજી ટ્રેનને તે જ ટ્રેક પર કેવી રીતે લાઇન આપવામાં આવી. આમાં સિગ્નલ વિભાગની કે ટ્રેન ડ્રાયવરની ખામી છે, તે તો તપાસ પછી જ ખબર પડશે.

પંજાબના CM ભગવંત માને સરહિંદ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતની નોંધ લીધી છે. તેમણે X પર પોસ્ટ કર્યું, 'સરહિંદ રેલવે સ્ટેશન પર બે ટ્રેનોના અકસ્માતની માહિતી મળી છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે સરહિંદ રેલ્વે સ્ટેશન પર કોઈ જાનહાનિ થઈ નથી,' ઘણી ટ્રેનોને રાજપુરા, પટિયાલા અને ધુરી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે, કેટલીક ટ્રેનોને ચંદીગઢ રૂટ પર પણ ડાયવર્ટ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp