બે પત્નીએ પતિને વહેંચી લીધો, 3 દિવસ એક રાખશે, 3 દિવસ બીજી, એક દિવસની રજા!

PC: hindikhabar.com

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન નહીં પણ પતિની વહેંચણી થઇ છે. સાંભળવામાં ભલે તમને અજીબ લાગશે, પણ મામલો સામે છે. ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં બે પત્નીઓ અને પતિમાં સમજૂતી થઇ છે કે, પતિ ત્રણ-ત્રણ દિવસ બંને સાથે રહેશે. અને રવિવારે તેની રજા છે. એટલે કે, તે નક્કી કરી શકશે કે તેણે શું કરવું છે.

ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ બે લગ્ન કર્યા. જ્યારે પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો તેણે ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો. ફેમિલી કોર્ટના કાઉન્સેલર હરીશ દીવાને ત્રણેયનું કાઉન્સિલિંગ કરી વિવાદનું સમાધાન કરાવ્યું હતું. પતિએ બંને પત્નીઓને એક-એક ફ્લેટ આપ્યો છે. તે બંનેને તેના 75 હજાર પગારમાંથી અડધો-અડધો ભાગ પણ આપશે.

પતિ હરિયાણામાં બહુરાષ્ટ્રીય કંપનીમાં એન્જિનિયર છે. તેના લગ્ન 2018માં થયા હતા. તેઓ લાંબા સમય સુધી સાથે પણ રહ્યા. કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે તેણે તેની પત્નીને ગ્વાલિયરમાં તેના પિયરના ઘરે છોડી દીધી હતી. તે હરિયાણા પરત ફર્યો અને ત્યાં ઓફિસમાં કામ કરતી મહિલા સાથે તેના સંબંધો બંધાયા. વ્યક્તિએ તેની સાથે ફરીથી લગ્ન કર્યા. જ્યારે પહેલી પત્નીને ખબર પડી તો, બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી.

પ્રથમ પત્નીએ ફરિયાદ કરી હતી કે, તેના પતિએ ફરીથી લગ્ન કર્યા છે અને તેથી ભરણપોષણ માટે ન્યાયની જરૂર છે. મામલો ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર હરીશ દીવાન સુધી પહોંચ્યો હતો. દીવાને પત્ની અને પતિ બંનેને બોલાવ્યા અને સમાધાનનો માર્ગ શોધી કાઢ્યો. છ મહિનાની વાટાઘાટો બાદ નક્કી થયું કે, પતિ એક પત્ની સાથે ત્રણ દિવસ અને બીજી પત્ની સાથે ત્રણ દિવસ રહેશે. રવિવારે તે સંપૂર્ણપણે ફ્રી છે અને તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. ત્યાર પછી પત્ની અને પતિ બંને આ વાત પર સહમત થયા અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો.

મામલો એ છે કે, પ્રથમ પત્નીએ તેના પતિ પર દહેજ કેસ અને ભરણપોષણના કેસ માટે ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર હરીશ દીવાનનો સંપર્ક કર્યો હતો. કાઉન્સેલર દિવાને પત્નીને સમજાવ્યું કે ભરણપોષણના કેસમાં 4-5 હજાર રૂપિયા મળશે અને દહેજ કાયદાની કાર્યવાહી ઘણા વર્ષો સુધી ચાલશે. તમારા પતિ તેની બીજી પત્ની સાથે રહેવાનું ચાલુ રાખશે, તમે કોર્ટના ચક્કર લગાવતા જ રહેશો. કાઉન્સેલરે સૂચન કર્યું કે, તમે પણ તમારા પતિ સાથે રહો. કાઉન્સેલરે પતિ દિનેશ શર્માને ફોન કર્યો હતો. પતિએ કહ્યું, પહેલી પત્ની સાથે તેના સંબંધો સારા નથી તેથી મેં બીજા લગ્ન કર્યા છે. હું મારી બીજી પત્નીને છોડી શકતો નથી. કાઉન્સેલર દીવાને પતિને કહ્યું કે, બીજા લગ્નનો કેસ દાખલ કરવામાં આવશે અને દહેજ કાયદો પણ લાગુ કરવામાં આવશે. તેમાં જેલ પણ થઈ શકે છે. આ પછી પતિ પહેલી પત્નીને અધિકાર આપવા માટે રાજી થઈ ગયો અને બંને પત્નીઓમાં ત્રણ ત્રણ દિવસ વહેંચાઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp