બાંકે બિહારી મંદિરના દર્શન કરવા પહોંચેલી 2 મહિલાઓનું નિધન, પોલીસે કહે- બીમારી...

PC: timesnowhindi.com

વૃંદાવનના બાંકે બિહારીના દર્શન કરવા માટે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. આ દરમિયાન મંદિરમાં ખૂબ ભીડ રહે છે અને લોકોને દર્શન માટે લાઇન પણ લગાવવી પડે છે. આ દરમિયાન રવિવારે બાંકે બિહારીમાં દર્શન કરવા પહોંચેલી 2 મહિલાઓના મોત થઈ ગયા. મીડિયા રિપોર્ટ મુજબ, બાંકે બિહારીના દર્શન કરવા માટે આ મહિલાઓ લાઇનમાં ઊભી હતી. આ અંગે પોલીસ કહ્યું કે, બંને મહિલાઓના મોત બીમારીના કારણે થયા છે. રિપોર્ટ્સ મુજબ, એક મહિલાનું મોત હાર્ટ એટેકના કારણે થવાનું કહેવામાં આવી રહ્યું છે.

તો બીજી મહિલાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, તેને ઇજા થવાના કારણે મોત થઈ ગયું. મંદિરમાં સતત વધી રહેલી ભીડના કારણે મંદિર પ્રશાસન પર પણ હવે સવાલ ઉઠવા લાગ્યા છે. મૃતકોની ઓળખ જબલપુરની મંજુ મિશ્રાના રૂપમાં થઈ છે. જ્યારે બીજી મહિલાની ઓળખ બીના ગુપ્તાના રૂપમાં થઈ છે. મંજુ મિશ્રાની ઉંમર 60 વર્ષ હતી, જે પોતાના દીકરા સાથે વૃંદાવન પહોંચી હતી.

બપોરે 12:00 વાગ્યાની આસપાસ તે દર્શન માટે લાઇનમાં ઊભી હતી. ત્યારે જયપુરિયા ગેસ્ટ ગાઉસ સામે અચાનક ભીડ વધવાના કારણે તેની તબિયત બગડી ગઈ અને તેને ચક્કર આવી ગયા. મીડિયા રિપોર્ટ મુજબ પાલિકાની માસ્ક લાઇટ પડી, જેથી મહિલાના માથામાં ઇજા થઇ ગઇ. ત્યારબાદ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. બીના ગુપ્તા પોતાના પરિવારજનો સાથે બાંકે બિહારીના દર્શન કરવા પહોંચી હતી. વધુ ભીડ હોવાના કારણે મહિલાને ચક્કર આવી જતા તે પડી ગઈ અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી. અહી ડૉક્ટરો દ્વારા મહિલાને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે બીનાનું મોત હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. આ બંને ઘટનાઓને લઈને પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. આ બાબતે પોલીસનું કહેવું છે કે બંને મહિલાઓના મોત બીમારીના કારણે થયા છે. પોલીસ આ ઘટનામાં અત્યારે તપાસ કરી રહી છે. આ અંગે SSP શૈલેષ કુમાર પાંડેએ લોકોને અપીલ કરી કે નવા વર્ષ પર અહી આવનાર શ્રદ્ધાળુ પોતાની સાથે વૃદ્ધ, બીમાર અને બાળકોને લઈને ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp