2 વર્ષીય તન્મયે 195 દેશોના ઝંડા ઓળખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

PC: bhaskar.com

અમૃતસરમાં 2 વર્ષનો એક એવો છોકરો છે ,જેની પ્રતિભા અદ્દભુત છે. તે 195 દેશોના ઝંડા જોઇને તેને ઓળખી લે છે. તેના માટે તેનું નામ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ થઇ ગયું છે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેની એન્ટ્રી વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવી હતી તો તેની ઉંમર માત્ર 1 વર્ષ અને 8 મહિના વર્ષની હતી. લગભગ 4 મહિના બાદ તેનું સર્ટિફિકેટ, મેડલ, કેટલોગ અને ગિફ્ટ પરિવારને મળ્યા છે. આ છોકરાનું નામ છે તન્મય નારંગ, જે અમૃતસરના રંજિત એવેન્યૂનો રહેવાસી છે.

માતા હીના નારંગે જણાવ્યું કે તન્મયની બુદ્ધિ વિકસિત કરવા માટે એ હિસાબતી ગેમ્સ લાવીને આપવામાં આવી હતી. તેમાં તેણે ફ્લેગ કાર્ડ ગેમમાં રસ દેખાડ્યો. તેના માટે હાથમાં ઝંડો લઇને તેને દેશનું નામ પૂછવામાં આવતું હતું. આ પ્રકારે તેણે 195 દેશોના નામના ઝંડા જોઇને જ તેની ઓળખ કરવાનું શીખી લીધું. માતા હીના નારંગે જણાવ્યું કે એક દિવસ તે વેક્સીનેશન માટે ડૉક્ટર પાસે ગઇ હતી અને તન્મયની પ્રતિભા જાણીને ડૉક્ટર પણ ચોંકી ગયા. ડૉક્ટરે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાની સલાહ આપી.

પરિણામ તન્મય નારંગ પાસે હવે એક વર્લ્ડ રેકોર્ડ છે અને તેણે થોડા દિવસ અગાઉ ધ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ, મેડલ અને કેટલોગ પ્રાપ્ત કર્યું છે. ડૉક્ટરે ખુલાસો કર્યો કે, તન્મયનું મગજ 5-6 વર્ષના છોકરાની જેમ કામ કરે છે. રિપોર્ટ્સ મુજબ તન્મય સપ્ટેમ્બર 2022માં 1 વર્ષ 8 મહિનાનો હતો. જ્યારે તેની એન્ટ્રી વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવી. ત્યારબાદ તેમને નિયમ બુક મોકલવામાં આવી. તેના આધાર પર તન્મયનું આખું ઇવેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું. તેના એવિડેન્સ મોકલવામાં આવ્યા.

લગભગ 4 મહિના બાદ હવે સર્ટિફિકેટ, મેડલ, કેટલોગ અને ગિફ્ટ આવ્યા છે. તન્મયની નવી નવી વસ્તુ શીખવાની જિજ્ઞાસા વધતી જઇ રહી છે. હાલમાં તન્મય નારંગ 100 દેશોની કરન્સી, દુનિયાની અજાયબીઓ અને જાણીતા લોકોના ચહેરા ઓળખવામાં પણ સક્ષમ છે. એ સિવાય ફૂલોના પ્રકાર, 7 મહાદ્વીપ વગેરે શીખી રહ્યો છે. એક મિનિટમાં સૌથી વધુ દેશોના ધ્વજ ઓળખવાનો રેકોર્ડ તેલંગાણાની તક્ષિકા હરિએ બનાવ્યો હતો. તેણે 2 વર્ષ 5 મહિનાની ઉંમરમાં જ એક મિનિટમાં 69 દેશોના ઝંડાની ઓળખ કરી હતી, જેની પુષ્ટિ 23 ઑગસ્ટ 2022ના રોજ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp