9મા ધોરણના પુસ્તકે મચાવ્યો ભીલ પ્રદેશ પર હોબાળો, એલર્ટ મોડ પર આવી ભજનલાલ સરકાર
દક્ષિણ રાજસ્થાનમાં ભીલ પ્રદેશ બનાવવાની માગના મુદ્દે ભારત પર આદિવાસી પાર્ટી (BAP) અને ભાજપ સામસામે છે. આ દરમિયાન ધોરણ 9ના એક પુસ્તકમાં ગોવિંદ ગુરુ તરફથી ભીલ પ્રદેશની માગનો મુદ્દો ભણાવવા પર વિવાદ થઈ ગયો છે. ત્યારબાદ તેના પર હોબાળો થઇ ગયો. ઉદયપુરના સાંસદ મન્નાલાલ રાવતના વિરોધ બાદ સરકારે આ બિન્દુને હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે. ભારત આદિવાસી પાર્ટીએ ભીલ પ્રદેશની માગને પોતાનો મુખ્ય એજન્ડા બનાવી રાખી છે.
રાજસ્થાન રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જયપુર તરફથી ધોરણ 9 માટે પ્રકાશિત પુસ્તક ‘રાજસ્થાન કા સ્વતંત્રતા આંદોલન એવં શૌર્ય પરંપરા’માં અધ્યાય 4માં ભણવાતું એક તથ્ય વિવાદમાં આવી ગયું છે. અધ્યાય 4ના પાનાં નંબર 42 પર ભણવાતા તથ્યનો વિરોધ શરૂ થયો તો ઉદયપુરથી સાંસદ મન્નાલાલ રાવતે રાજ્ય સરકારને ચિઠ્ઠી લખીને તેને હટાવવાની માગ કરી. મન્નાલાલ રાવતની માગને માનતા રાજ્ય સરકારે તેને હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.
ધોરણ 9ના પુસ્તકમાં ‘રાજસ્થાન કા સ્વતંત્રતા આંદોલન એવં શૌર્ય પરંપરા’ના અધ્યાય 4માં પાનાં નંબર 42 પર લખ્યું છે કે ‘સામંતી અને ઔપનિવેશિક સત્તા તરફથી ઉત્પીડન વ્યવહારે ગોવિંદ ગુરુ અને તેમના શિષ્યોને સામંતી તેમજ ઔપનિવેશિક દસ્તામાંથી મુક્ત મેળવવા માટે ભીલ રાજ્યની સ્થાપનાની યોજના બનાવવા તરફ પ્રેરિત કર્યા. સાંસદ મન્નાલાલ રાવતે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને ચિઠ્ઠી લખીને તેના પર આપત્તિ દર્શાવી હતી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે પાઠ્યક્રમમાં સંશોધન કરવાના આદેશ આપી દીધા. સાંસદનું કહેવું છે કે જો તથ્ય પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવી રહ્યું છે તે વાસ્તવિકતાથી વિરુદ્ધ છે. કેમ કે ગોવિંદ ગુરુએ સંપ સભાની રચના અહિંસક રીતે કરી હતી.
તેમના આંદોલનનો હેતુ રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવાનો હતો. એ સમયમાં અંગ્રેજોએ ગોવિંદ ગુરુ પર રાજદ્રોહનો ખોટો કેસ કરવા માટે ભીલરાજ સ્થાપનની ટિપ્પણી બળજબરીપૂર્વક લખાવી હતી. તેને હવે સંશોધિત કરવાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે ભીલ પ્રદેશની માગને લઈને ભારત આદિવાસી પાર્ટીએ પોતાનો એજન્ડા નક્કી કર્યો છે. તે યુવાઓને આ મુદ્દા સાથે પોતાની પાર્ટી સાથે પણ જોડી રહી છે. આ લોકો પોતાને હિન્દુ માનવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. આજ કારણ છે કે ભાજપ સાથે જોડાયેલા ઘણા નેતા BAP પાર્ટીના રાજકુમાર રોત અને તેમના સહયોગીઓની માનસિકતાને દેશ તોડનારી માનસિકતા બતાવીને વિરોધ નોંધાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp