મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જ હીરો! MLC ચૂંટણી પરિણામથી MVAને તાકાત મળી,CM શિંદેને ચિંતા
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના ઉત્સાહજનક પરિણામો પછી હવે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનને વધુ એક સારા સમાચાર મળ્યા છે. અહીં વિધાન પરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ CM એકનાથ શિંદેની શિવસેનાને હરાવી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ વિધાન પરિષદની ચારમાંથી બે બેઠકો જીતી છે. જ્યારે સત્તાધારી મહાયુતિ ગઠબંધનને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આમાં BJPને એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
દર બે વર્ષે યોજાતી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે 26 જૂને મતદાન થયું હતું, જેના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ મુંબઈ સ્નાતક અને મુંબઈ શિક્ષકની બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંકણ ગ્રેજ્યુએટ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે CM શિંદેની શિવસેનાના કિશોર દરાડે નાશિક શિક્ષક બેઠક પર જીત્યા હતા.
અહીં શિવસેના (UBT)ના નેતા અનિલ પરબે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મુંબઈ ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી BJPના કિરણ શેલારને હરાવીને જીત મેળવી હતી. પરબને 44,784 વોટ મળ્યા જ્યારે શેલારને 18,772 વોટ મળ્યા. અહીં પડેલા કુલ મતોમાંથી, 64,222 મત માન્ય જણાયા અને વિજેતા ક્વોટા 32,112 મતો હતા. પ્રથમ પસંદગીના મતદાનમાં, પરબને 44,784 મત મળ્યા અને તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય શિવસેના (UBT)ના ઉમેદવાર JM અભ્યંકર મુંબઈ શિક્ષક બેઠક પરથી જીત્યા. તેમને 11,598 માન્ય મતોમાંથી 4,083 મત મળ્યા.
જ્યારે કોંકણ ગ્રેજ્યુએટ સીટ પર BJPના નિરંજન દાવખરેએ કોંગ્રેસના રમેશ કીરને હરાવ્યા હતા. દાવખરેને 1,00,719 વોટ મળ્યા, જ્યારે કીરને 28,585 વોટ મળ્યા. આ સિવાય શિવસેનાના કિશોર દરાડે નાશિક શિક્ષક બેઠક પર જીત્યા. દરાડેએ તેમના નજીકના હરીફ વિવેક કોલ્હે (અપક્ષ)ને હરાવીને તેમની બેઠક જાળવી રાખી અને 63,151 માન્ય મતોમાંથી જીતવા માટે પૂરતા મતો મેળવ્યા.
લોકસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન પછી વિધાન પરિષદની ચૂંટણીના આ પરિણામો BJP-શિવસેના અને NCPના મહાગઠબંધન માટે પણ ચિંતા વધારી શકે છે. જ્યારે, વિપક્ષ MVA ગઠબંધન દ્વારા ઉદ્ધવ ઠાકરેને મળેલું આ લોક સમર્થનને સંજીવનીની જેમ જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp