ઉદ્ધવ-પવારે 'ચંપલ-જૂતા મારો યાત્રા'માં શિંદે-ફડણવીસને માર્યા ચંપલ, જુઓ વીડિયો
મહા વિકાસ આઘાડીના નેતાઓ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાનો વિરોધ કરી રહ્યા છે. 1 સપ્ટેમ્બર (પ્રોટેસ્ટ માર્ચ)ના રોજ હજારો અઘાડી કાર્યકરો હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઈન્ડિયા તરફ કૂચ કરી રહ્યા છે. સવારે 11 વાગ્યે શરૂ થયેલા આ પ્રદર્શનમાં ઘણા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ઉપરાંત સુપ્રિયા સુલે, અનિલ દેશમુખ, વર્ષા ગાયકવાડ પણ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસે આ વિરોધ કૂચની પરવાનગી આપી નથી પરંતુ પ્રદર્શનકારીઓ આગળ વધવા પર અડગ છે.
કૂચની પરવાનગી ન મળવા અંગે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શિવાજી મહારાજ માટે લડવા માટે વિપક્ષને કોઈ પરવાનગીની જરૂર નથી. આ વિરોધને 'ચપ્પલ જોડા (જૂતા) મારો યાત્રા' નામ આપવામાં આવ્યું છે. વિરોધમાં, મોટા પાયે MVAમાં ચપ્પલ લાવવામાં આવી રહી છે. આ દરમિયાન લોકોને હુતાત્મા ચોકથી આગળ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ બાજુ BJPએ આંદોલનની પ્રાસંગિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે. રાજ્ય BJPના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું કે, BJPની યુવા પાંખ આજે સમગ્ર મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમાઓ પાસે આંદોલન કરશે અને વિરોધનો પર્દાફાશ કરશે.
#WATCH | MVA (Maha Vikas Aghadi) holds a protest march in Mumbai from Hutatma Chowk to Gateway of India, over Chhatrapati Shivaji Maharaj's statue collapse incident.
— ANI (@ANI) September 1, 2024
NCP-SCP chief Sharad Pawar, Shiv Sena (UBT) chief Uddhav Thackeray, Maharashtra Congress chief Nana Patole and… pic.twitter.com/Nr1aGhCMTA
DyCM દેવેન્દ્ર ફડણવીસે MVA વિરોધની નિંદા કરી અને કહ્યું કે, 'આ આંદોલન સંપૂર્ણપણે રાજકીય છે. મહા વિકાસ આઘાડી હોય કે કોંગ્રેસ પાર્ટી, તેમણે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન કર્યું નથી. નેહરુજીએ ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું. શું કોંગ્રેસ અને MVA આ માટે માફી માંગશે? મધ્યપ્રદેશમાં તત્કાલિન CM કમલનાથે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને બુલડોઝરથી તોડી નાંખી હતી. આઝાદીના વર્ષો પછી પણ એ જ કોંગ્રેસે આપણને શીખવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂંટ્યું. તેમણે ક્યારેય સુરતને લૂંટ્યું નથી.'
#WATCH | Nagpur, Maharashtra: MVA to hold a protest march in Mumbai today, over Chhatrapati Shivaji Maharaj's statue collapse incident.
— ANI (@ANI) September 1, 2024
Deputy CM Devendra Fadnavis says, "This agitation is completely political. Be it Maha Vikas Aghadi or Congress party, they never respected… pic.twitter.com/TVHr8tplYY
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું કે, 'આ અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે. શિવાજી મહારાજ આપણા માટે રાજકીય મુદ્દો ન હોઈ શકે, તે આપણા માટે ઓળખ અને આસ્થાનો મુદ્દો છે. જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. આના પર રાજનીતિ કરવી ખૂબ જ દુઃખદ છે અને વિપક્ષ આના પર રાજનીતિ કરી રહ્યા છે.'
#WATCH | On the MVA (Maha Vikas Aghadi) protest ver Chhatrapati Shivaji Maharaj's statue collapse incident, Maharashtra CM Eknath Shinde says, "...This is s very sad thing for us...Shivaji Maharaj cannot be a political issue for us, this is a matter of identity and faith for us.… pic.twitter.com/6rSpxMgApG
— ANI (@ANI) September 1, 2024
હકીકતમાં, આઠ મહિના પહેલા PM નરેન્દ્ર મોદીએ સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ 26 ઓગસ્ટે પ્રતિમા તૂટી પડી. તેના પર વિપક્ષ મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર સતત પ્રહારો કરી રહ્યા હતા. CM એકનાથ શિંદે અને DyCM અજિત પવારે માફી માંગી છે. 30 ઓગસ્ટના રોજ PM નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર માફી માંગી હતી.
‘Joota Maaro Aandolan’ by MVA leaders …👏🏻
— Shantanu (@shaandelhite) September 1, 2024
Former CM of Maharashtra Uddhav Thackeray Ji hurled shoes at Eknath Shinde while Congress leader were holding their posters. pic.twitter.com/Flkyb1wrpC
કહ્યું, 'છત્રપતિ શિવાજી મહારાજ... મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર એક નામ નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ એક દેવતા છે. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, આજે હું મારું માથું નમાવીને મારા આરાધ્ય ભગવાન છત્રપતિ શિવાજી મહારાજ જીના ચરણોમાં માથું મૂકીને માફી માંગું છું.'
તેના પર કોંગ્રેસે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ ભૂલ સ્વીકારી લીધી હોવાથી હવે સમય આવી ગયો છે કે, મહારાષ્ટ્ર સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp