ઉજ્જૈન રેપના આરોપીના પિતા બોલ્યા-પોલીસ એને સ્ટેશન કેમ લઈ ગઈ મારી નાખવો જોઈતો હતો

PC: twitter.com

મધ્ય પ્રદેશમાં 12 વર્ષની છોકરી સાથે થયેલી રેપની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રેપ પીડિતા છોકરી ઉજ્જૈનના રસ્તાઓ પર લોહીથી લથપથ કપડા વગર અઢી કલાક સુધી ફરતી રહી પરંતુ તેને ત્યાં કલાકો સુધી કોઈ મદદ ન મળી, છેવટે એક આશ્રમના મહંતે છોકરીને જોઈ અને તેની મદદ કરી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીના પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી છે.

એક આરોપીના પિતાએ કહ્યું હતું કે, પોલીસે તેને પકડવો નહોતો જોઈતો, સીધો મારી નાખવો હતો. આરોપીના પિતા રાજુએ કહ્યું હતું કે, દીકરાને પોલીસ ધરપકડ કરીને પોલીસ સ્ટેશન શું કામ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જોઈતી હતી, જો એ પીડિતા મારી દીકરી હોત તો હું પણ આ જ ઈચ્છત. તેમણે કહ્યું- આ પ્રકારનો ગુનો કોઈપણ કરે, તેની પાસે જીવવાનો હક નથી રહેતો. આરોપીના પિતાએ કહ્યું- તેના દીકરાના જઘન્ય કૃત્યને લીધે તે અને તેના ઘરવાળા કંઈ આવી-જઈ નથી શકતા. પિતાએ કહ્યું કે, સારું થાત જો તેનો દીકરો ગુનો કબુલ કરત અને મરી જાત.

ઉજ્જૈન રેપ કેસઃ પીડિત બાળકીને દત્તક લેવા માગે છે ઈન્સ્પેક્ટર અજય વર્મા

મહાકાલની નગરી ઉજ્જૈનમાં સગીરાની સાથે થયેલી હેવાનિયતથી આખો દેશ આહત છે. આ ઘટના પછી જ્યાં એક બાજુ પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થયા, તો બીજી બાજુ માનવતાનો ચહેરો પણ જોવા મળ્યો. બે પોલીસકર્મીઓએ પીડિત બાળકીને બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેસને ઉકેલવામાં અગત્યની ભૂમિકા ભજવનારા ઈંસ્પેક્ટર અજય વર્મા હવે પીડિત બાળકીને દત્તક લેવા માગે છે. તેમનું કહેવું છે કે, બાળકીની જ્યારે સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેની ચીખોએ તેમની આંખો ભીની કરી દીધી.

જણાવીએ કે, ઈંસ્પેક્ટર અજય વર્માની નિવૃત્તિમાં માત્ર પોણા ચાર વર્ષ બાકી છે. એવામાં તે બાળકીને દત્તક લઇને તેમની જવાબદારી લેવા માગે છે.

ઈંસ્પેક્ટર અજયને સવાલ કરવામાં આવ્યો કે, તેમને શા માટે લાગ્યું કે બાળકીને દત્તક લેવી જોઇએ. જવાબમાં તેમણે કહ્યું કે, આ ઘટનાથી સમાજનો ક્રૂર ચહેરો જોવા મળ્યો છે. ઘણાં લોકોના ફોન આવી રહ્યા છે. બાળકીના પરિજનો પણ આવવાના છે. ત્યાર પછી તેમના બેંક ખાતાની ડિટેલ લઇ લેશું, જે પણ બાળકીની મદદ કરવા માગે તો કરી શકે છે.

બાળકીને દત્તક લેવા તૈયાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, દત્તક લેવા માટે ઘણી કાયદાકીય મુશ્કેલીઓ આવે છે. તો જવાબમાં તેમણે કહ્યું કે, તેના વિના પણ જવાબદારીઓ નિભાવી શકાય છે. દત્તક લેવાનો અર્થ તેની આર્થિક જરૂરતો, અભ્યાસ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે. જે પણ જવાબદારીઓ હશે તેને પૂરી કરી શકાય. જો બાળકીના માતા-પિતા ન મળ્યા તો તેઓ કાયદાકીય રીતે બાળકીને દત્તક લઇ લેશે. પરિવાર જો સંમત્તિ આપે તો તે બાળકીને રાખવા માટે પણ તૈયાર છે.

તેઓ આગળ કહે છે કે, ભગવાને મને દીકરી આપી નથી. પણ સારવાર દરમિયાન બાળકીની ચીખો સાંભળીને તેમની આંખો ભીની થઇ ગઈ હતી. ભગવાન તેમને આટલી તકલીફ કેમ આપી રહ્યા છે. આ ઘટના પછી તેઓ ભગવાનને કહેતા કે હવે તેઓ જ આ પરેશાનીનો ઉકેલ લાવશે.

24-25 સપ્ટેમ્બરની રાતે સતનાની રહેનારી સગીરાની સાથે ઉજ્જૈનમાં એક રીક્ષાચાલકે હેવાનિયત કરી હતી. મહાકાલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અજય વર્માએ કહ્યું હતું કે,તેમને એ સૂચના મળી હતી કે બાળકી અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફરી રહી છે, પણ તે એવી સ્થિતિમાં નથી કે કશું પણ બોલી શકે. મેડિકલ બાદ તેની સાથે રેપ થવાની પુષ્ટિ કરી હતી. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ આવી હતી. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp