શું ઉમાભારતીને કહી દેવાયું છે કે ટિકિટ નહીં મળે? જાણો શું કહ્યું તેમણે

PC: thehindu.com

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા ઉમા ભારતીનું આગામી લોકસભાની ચૂંટણીને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે લોકસભાની ચૂંટણી લડવાના સવાલ પર જવાબ આપતા કહ્યું કે, તેઓ ગંગા સાથે જોડાયેલા કામ પર ધ્યાન આપવા માગે છે. ઉમા ભારતી કહે છે કે જો હું લોકસભાની ચૂંટણી લડીશ તો મારા મત વિસ્તારની જવાબદારી અને ગંગા નદી માટે કામ એક સાથે નહીં થઈ શકે. હું ગંગા સાથે જોડાયેલા કાર્યોને પૂરા કરવા માટે 2 વર્ષ માટે પૂર્ણ સ્વતંત્રતા ઈચ્છું છું.

ઉમા ભારતીએ કહ્યું કે, ગંગાથી જાતિ, સમુદાય કે રાજનીતિક પાર્ટીઓને લઈને કોઈ વિવાદ નથી. આખી યોજના તૈયાર છે, બધી મંજૂરીઓ મળી ચૂકી છે, માત્ર ગતિ ધીમી થઈ છે. વડાપ્રધાન મોદી પણ ગંગા પ્રત્યે સમર્પિત છે. જરૂરિયાત પડી તો હું ગંગા અભિયાનમાં હિસ્સો લઇશ, પરંતુ ચૂંટણી નહીં લડુ. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ 400થી વધુ સીટો જીતે. પહેલા મેં જાહેરાત કરી હતી કે હું ચૂંટણીમાં ઊભી થઈશ, પરંતુ હવે મારા માટે ગંગા નદીથી વધીને લઈ જ મહત્ત્વ ધરાવતું નથી.

આ દરમિયાન ઉમા ભારતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, તેઓ દેશમાં લોકતંત્રની વાત કરે છે, પરંતુ ભૂલી જાય છે કે તેમની પાર્ટીએ ઇમરજન્સીની જાહેરાત કરી હતી. તેઓ ધર્મના આધાર પર વિભાજનની વાત કરે છે, પરંતુ એ ભૂલી જાય છે કે તેમની પાર્ટીએ સિખો સાથે શું કર્યું. સૌથી જૂની પાર્ટી લોકતંત્ર બાબતે વાત કરવાની પોતાની હેસિયત ગુમાવી ચૂકી છે. જો વિપક્ષ નબળું હોય છે, તો એ તેના કર્મના કારણે છે.

ઉલ્લેખનીય છે કે, આ વખત 2024ની ચૂંટણીમાં ભોપાલથી વર્તમાન સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ ચૂંટણી લડી નહીં શકે. ભાજપે પ્રજ્ઞા સિંહ ઠાકુરની જગ્યાએ શહેરના પૂર્વ મેયર આલોક શર્માને ટિકિટ આપી છે. પાર્ટી તરફથી ટિકિટ કપાવા પર પ્રજ્ઞા ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમના શબ્દ કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ નહીં આવ્યા હોય, એટલે તેમને ટિકિટ ન મળી હોય. ત્યારબાદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે મીડિયા પર પોતાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp