માછલી ભરેલી વાન પલટી ગઈ, લોકોની સાથે પોલીસકર્મીએ પણ માછલી લૂંટી, હવે આ સજા થઈ

PC: muzaffarpurnow.in

હજારો માછલીઓ રસ્તા પર વિખરાયેલી છે. લોકો માછલીઓને લૂંટવામાં વ્યસ્ત છે. કેટલાક માછલીઓને વાસણોમાં નાંખી રહ્યા છે, તો કેટલાક પોલીથીન થેલીમાં નાંખીને ભાગી રહ્યા છે. કોઈએ કોથળામાં ઘણી બધી માછલીઓ મૂકવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન વીડિયોમાં એક અવાજ આવે છે. ઓ ભાઈ! હું અહીં મુશ્કેલીમાં છું અને તમે અમારી માછલીઓ લૂંટી રહ્યા છો.

ઝારખંડના ગિરિડીહ જિલ્લાનો આ નજારો છે. હકીકતમાં, શુક્રવારે ગિરિડીહ જિલ્લાના ડુમરી ખાતે માછલીઓથી ભરેલી પીકઅપ વાન રસ્તાની વચ્ચે પલટી ગઈ હતી. અકસ્માતને કારણે તેમાં ભરેલી માછલીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. પછી શું જોવાનું હતું? લોકોએ ડ્રાઇવરને બચાવવા કે મદદ કરવાને બદલે માછલીઓને લૂંટવાનું શરૂ કરી દીધું હતું. લોકો તો લોકો, સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પણ આ મોકો છોડ્યો નહિ.

કમનસીબી એ છે કે, ડ્રાઈવરની મદદ કરવાને બદલે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર તેની માછલીઓ લૂંટવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઝારખંડમાં BJP વિધાયક દળના નેતા બાબુલાલ મરાંડીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. આ ઘટનાનો વીડિયો પોતાના સત્તાવાર ટ્વિટર પર શેર કરતા બાબુલાલ મરાંડીએ લખ્યું છે કે, 'શુક્રવારે ગિરિડીહના ડુમરી ખાતે માછલીઓથી ભરેલી પીકઅપ વાન અકસ્માતનો ભોગ બની હતી. પોલીસકર્મીઓએ તેને મદદ કરવાને બદલે વાહન પોલીસ સ્ટેશનમાં લાવીને ચાલકને હેરાન કર્યો હતો.'

બાબુલાલ મરાંડીએ લખ્યું છે કે, 'પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ દ્વારા વાનમાં ભરેલી 8 ક્વિન્ટલ માછલીઓ પણ લૂંટી લેવામાં આવી હતી. બાબુલાલ મરાંડીએ જણાવ્યું કે, વાહન છોડવાના બદલામાં ડ્રાઈવર પાસેથી 10,000 રૂપિયાની લાંચ પણ માંગવામાં આવી હતી. ઉપરાંત તેને ખરાબ શબ્દો પણ બોલ્યા.

બાબુલાલ મરાંડી દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં પીકઅપ વેનનો ડ્રાઈવર ઘટના વિશે માહિતી આપતો જોવા મળે છે. પીકઅપ વાનના ડ્રાઈવરે જણાવ્યું કે તેના વાહનમાં 10.36 ક્વિન્ટલ માછલી ભરેલી હતી. ડુમરી પાસે સાઈકલ સવારને બચાવવા જતાં વાન પલટી ગઈ હતી. વાનમાં ભરેલી અંદાજે અઢી ક્વિન્ટલ માછલીઓ રોડ પર વિખેરાઈ ગઈ હતી જેને લોકોએ લૂંટીને લઈ ગયા હતા. સ્થાનિક સ્ટેશન ઈન્ચાર્જ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાહન સીધું કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. ડ્રાઈવરનો આરોપ છે કે, પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ માછલીને લૂંટીને લઈ જવા લાગ્યા. કેટલાકે માછલીઓને કારમાં તો કેટલાક બાઇકમાં લઈ ગયા. ડ્રાઈવરના કહેવા પ્રમાણે, મેં સ્ટેશન ઈન્ચાર્જને કહ્યું કે, સાહેબ, મારી માછલી આ રીતે વહેંચશો નહીં, મને નુકસાન થશે, તો સ્ટેશન ઈન્ચાર્જે ખરાબ શબ્દો બોલીને મને ઠપકો આપ્યો.

ડ્રાઇવરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સ્ટેશન ઇન્ચાર્જે પોલીસ સ્ટેશનમાં વાહન છોડવા માટે રૂ. 20,000ની માંગણી કરી હતી અને ઘણી મથામણ બાદ અંતે રૂ. 6,000 માટે સંમત થયા હતા. ડ્રાઈવરે પૈસા ટ્રાન્સફર કરવાનો સ્ક્રીનશોટ સ્ટેશન ઈન્ચાર્જને પણ શેર કર્યો. તેમનું કહેવું છે કે તેઓ ફરિયાદ લઈને SP ઓફિસ ગયા હતા પરંતુ સુનાવણી થઈ ન હતી. ડ્રાઈવરનો એવો પણ આરોપ છે કે, તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ દ્વારા લૂંટવામાં આવતી માછલીઓનો વીડિયો બનાવ્યો હતો, પરંતુ તેનો મોબાઈલ ફોન છીનવીને તેમાંથી વીડિયો ડિલીટ કરાવી દેવામાં આવ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Babulal marandi (@yourbabulal)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp