Video: ભાગલપુરમાં નિર્માણાધીન ફોર લેન પુલનો એક હિસ્સો ફરી ગંગા નદીમાં પડી ગયો

PC: abplive.com

બિહારમાં ભાગલપુરમાં સુલ્તાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર લેન પુલનો એક હિસ્સો ત્રીજી વખત ગંગા નદીમાં પડી ગયો. આ પુલનું નિર્માણ સિંગલા કંપની કરી રહી છે. આ પુલ ખગડિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થવાનું કારણ પૂરના પિલર ડૂબવાનું બતાવવામાં આવી રહ્યું છે. પુલ અકસ્માતમાં કોઇ પ્રકારની જાનહાનિના સમાચાર નથી કેમ કે આ સમયે પૂરના કારણે પુલ નિર્માણનું કામ રોકવામાં આવ્યું હતું.

કહેવામાં આવે છે કે સુલ્તાનગંજથી અગુવાની ઘાટ સુધી પિલર 9 અને 10 વચ્ચેનો હિસ્સો ગંગા નદીમાં ડૂબી ગયો છે. તેના કારણે પિલર નબળો થઇ ગયો હતો અને એક હિસ્સો પુલમાં પડી ગયો. આ પુલનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે પુલનું નિર્માણ કાર્ય પૂરના કારણે બંધ છે. તો એક હિસ્સો પડી ગયો છે. જ્યારે શુક્રવારે પણ પુલનો એક હિસ્સો નદીમાં પડી ગયો અને પાણીમાં સમાઇ ગયો. આ પુલ આ અગાઉ પણ 2 વખત પડી ચૂક્યો છે. સૌથી પહેલા આ પુલ 30 એપ્રિલ 2022ના રોજ ધરાશાયી થયો હતો.

ત્યારબાદ 4 જૂન 2023ના રોજ પુલનો એક હિસ્સો નદીમાં ધરાશાયી થઇ ગયો હતો. પુલ ધરાશાયી થવાને લઇને સ્થાનિક લોકોએ નિષ્પક્ષ તપાસ ન થવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારના કારણે મોટા ભાગે રાજ્યમાં પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવતી રહે છે. પુલ ધરાશાયી થવાની ઘટનાને લઇને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સરકાર પર પ્રહાર કર્યો છે. RJDએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ચૂંટણી અગાઉ ઇમરજન્સીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે, 1710 કરોડોથી વધુના ખર્ચથી 10 વર્ષથી નિર્માણાધીન પુલ ત્રીજી વખત પાડીને હેટ્રીક બનાવી. એપ્રિલમાં હવાના ઝોકાથી પણ આ પુલ પડી ગયો હતો. હવે પાણીના ઝોકાથી ધરાશાયી થયો. નીતિશ કુમાર કથિત રૂપે એટલા ઇમાનદાર છે કે પુલ એટલા વર્ષમાં ન બની શક્યો અને 3 વખત ધરાશાયી થયો. બિચારા મુખ્યમંત્રી તેનો દોષ સૃષ્ટિ અને 2005 અગાઉની પોતાની દૃષ્ટિને જોઇને સુશાસન બાબુ બની શકે છે. બીજી તરફ બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ લિમિટેડે કહ્યું કે છેલ્લા 1 વર્ષથી આ પુલનું નિર્માણ પૂરી રીતે બંધ છે અને પુલને તોડવામાં આવી રહ્યો છે જેથી ફરીથી નવી રીતે બનાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp