શું છે ધાર ભોજશાળા વિવાદ? જ્યાં અંધારામાં પ્રતિમા રાખવાના પ્રયાસ બાદ વધ્યો તણાવ
મધ્ય પ્રદેશના ધારમાં 11મી સદીની વિવાદિત ઐતિહાસિક ઇમારત ભોજશાળામાં અજાણ્યા ઇ.સ.મો દ્વારા મૂર્તિ રાખવાના પ્રયાસ બાદ તણાવ વધી ગયો. ત્યારબાદ ભોજશાળાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમ બંને ભોજશાળા પર દાવો કરે છે. તેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો આવી રહ્યો છે. ભોજશાળાનું નામ રાજા ભોજના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક છે.
એડિશનલ પોલીસ અધિક્ષક ઇન્દ્રજીત સિંહ બાકરવાલે જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ ભોજશાળા બહાર સુરક્ષા માટે લગાવવામાં આવેલા કાંટાવાળી તારની વાડને કાપીને સ્મારકમાં મૂર્તિ રાખવાનો પ્રયાસ કર્યો. તેના તુરંત બાદ પોલીસે સંજ્ઞાન લીધું. CCTV ફૂટેજ અને વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધાર પર આરોપીઓ વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.
શું છે તેનો ઇતિહાસ?
1000 વર્ષ અગાઉ ધારમાં પરમાર વંશનું શાસન હતું. અહી ઇ.સ. 1000 થી 1055 સુધી રાજા ભોજે શાસન કર્યું. રાજા ભોજ સરસ્વતી દેવીના અન્યને ભક્ત હતા. તેમણે ઇ.સ. 1034માં અહી એક મહાવિદ્યાલયની સ્થાપના કરી. ત્યારબાદ ભોજશાળાના નામથી ઓળખાવવામાં આવવા લાગી. તેને હિન્દુ સરસ્વતી મંદિર પણ માને છે. એમ કહેવામાં આવે છે કે ઇ.સ. 1305માં અલાઉદ્દીન ખીલજીએ ભોજશાળા ધ્વસ્ત કરી દીધી. ત્યારબાદ ઇ.સ. 1401માં દિલાવર ખાન ગૌરીએ ભોજશાળાના એક હિસ્સામાં મસ્જિદ બનાવી દીધી.
ઇ.સ. 1514માં મહમૂદ શાહ ખિલજીએ બીજા હિસ્સામાં મસ્જિદ બનાવી દીધી. કહેવામાં આવે છે કે 1875માં અહી ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં દેવી સરસ્વતીની પ્રતિમા નીકળી. આ પ્રતિમાને મેજર કિનકેડ નામનો અંગ્રેજ લંડન લઈ ગયો. હાલમાં આ પ્રતિમા લંડનાં સંગ્રહાલયમાં છે. હાઇ કોર્ટમાં દાખલ અરજીમાં આ પ્રતિમાને લંડનથી પરત લાવવાની માગ પણ કરવામાં આવી છે.
આખરે શું છે વિવાદ?
હિન્દુ સંગઠન ભોજશાળાને રાજા ભોજ કાલીન ઇમારત બતાવતા તેને સરસ્વતી મંદિર માને છે. હિન્દુઓનો તર્ક છે કે રાજવંશ કાળમાં અહી થોડા સમય માટે મુસ્લિમોને નમાજ વાંચવાની મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ સમાજનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહી નમાજ વાંચતા આવી રહ્યા છે. મુસ્લિમ તેને ભોજશાળા કમાલ મૌલાના મસ્જિદ કહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp