26th January selfie contest

કોરોના વેક્સીનથી જોડાયેલા આંકડાઓના દુરુપયોગ રોકવાનો અમારો ઉદ્દેશઃ E-Vin

PC: PIB

કેન્દ્ર સરકાર આ વર્ષે 16 જાન્યુઆરીથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયત્નોને સમર્થન આપી રહી છે, જે ‘સમગ્ર સરકારી તંત્ર’ની ભાવનાથી અસરકારક રસીકરણ ઝુંબેશ હાથ ધરશે. કેન્દ્ર સરકારે દેશભરમાં COVID-19ની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ પગલાં લીધાં છે. આ સંદર્ભમાં સપ્લાય ચેઇન અને રસીનો સંગ્રહ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક મીડિયા અહેવાલોમાં ઇ-વિન ઇન્વેન્ટરી અને તાપમાન ડેટા સંબંધિત કેન્દ્રીય આરોગ્ય મંત્રીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશને લખાયેલા પત્રનો હવાલો આપ્યો છે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તેઓ રસીનો સ્ટોક અને તે જ્યાં રાખવામાં આવી છે તે જગ્યાના તાપમાનની સંપૂર્ણ માહિતી અને મૂલ્યાંકન ઇ-વિન દ્વારા વહેંચતા પહેલા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની પરવાનગી લે. આ કરવાનો હેતુ એ છે કે આ ડેટાનો તેના વ્યવસાયિક લાભ માટે કોઈપણ એજન્સી દ્વારા તેનો દુરૂપયોગ ન કરી શકે.

નોંધનીય છે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઈપી) હેઠળ ઘણી રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે રસીના તાપમાન વિશેનો ડેટા પણ ઉપલબ્ધ છે. કોઈ ખાસ રસીના ઉપયોગના વલણો વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી છે. ચોક્કસ રસી સંશોધન, કોલ્ડ-ચેન સાધનોની માહિતી તેમજ અન્ય રસીઓના સંદર્ભમાં બજારમાં દખલ માટે ડેટાનો દુરૂપયોગ થઈ શકે છે. તે નોંધપાત્ર છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય ઇ-વિન ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં યુઆઈપી હેઠળ છ વર્ષથી વધુ સમય માટે ઉપયોગમાં લેવામાં આવતી રસી શામેલ છે. આરોગ્ય મંત્રાલયની પૂર્વ મંજૂરી વિના સ્ટોક, સ્ટોરેજ અને તાપમાન અંગેના સંવેદનશીલ ડેટાને શેર કરી શકાતા નથી.

કોવિડ-19 રસીનો સ્ટોક, વપરાશ, બાકીની રસીનો ડેટા કોવિન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ અને દૈનિક પ્રેસ રિલીઝ દ્વારા તેને નિયમિત અને પારદર્શક રૂપે મીડિયા અને જાહેર જનતા સમક્ષ રજૂ કરે છે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં પારદર્શિતા લાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ઇન્ફર્મેશન ટેકનોલોજી આધારિત રસીઓનો ટ્રેકિંગ કરવાનાં પગલાં લીધાં છે. કોવિન દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચેતી રસીનું સંપૂર્ણ ટ્રેકિંગ કરવામાં આવે છે. તેનો હેતુ સામાન્ય લોકો સાથે નિયમિત માહિતી વહેંચવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp