સુપ્રીમમાં જ પડ્યા છે 80000 કેસ, સરકારે આખા દેશની કોર્ટની હાલત કહી, 5 કરોડ...

PC: twitter.com

આખા દેશની કોર્ટોમાં 5 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે. કેન્દ્રની મોદી સરકારે આ જાણકારી આપી છે. એક લેખિત ઉત્તરમાં કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભાને જણાવ્યું કે દેશની અલગ અલગ કોર્ટોમાં 5 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં 80 હજાર કેસ સામેલ છે. કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે કહ્યું કે, 1 ડિસેમ્બર સુધી 5 કરોડ 8 લાખ 85 હજાર 856 પેન્ડિંગ કેસોમાંથી 61 લાખથી વધુ 25 હાઇ કોર્ટોના સ્તર પર છે. જિલ્લા અને અધિનસ્થ કોર્ટોમાં 4.46 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું કે, ભારતીય ન્યાયપાલિકામાં ન્યાયાધીશોની કુલ સ્વીકૃત સંખ્યા 26 હજાર 568 છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 છે, જ્યારે હાઇ કોર્ટોમાં આ આંકડો 1,114 ન્યાયાધીશોનો છે. જિલ્લા અને અધિનસ્થ કોર્ટોમાં ન્યાયાધીશોની સ્વીકૃત સંખ્યા 25 હજાર 420 છે. સરકારે જણાવ્યું કે, હાઈકોર્ટોના કોલેજિયમે અત્યાર સુધી 201 ન્યાયાધીશોની ખાલી જગ્યા ભરવાની અનુશંસા કરી નથી. એ સિવાય સરકારે જણાવ્યું કે, ન્યાયાધીશોની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિમ દ્વારા મોકલવામાં આવેલા 123 પ્રસ્તાવોમાંથી 81 સરકારના સ્તર પર પ્રક્રિયાના વિભિન્ન ચરણમાં છે.

અર્જૂન રામ મેઘવાલે શુક્રવારે લોકસભાને આપી જાણકારી

વિધિ મંત્રી અર્જૂન રામ મેઘવાલે શુક્રવારે લોકસભાને આ જાણકારી આપી હતી. મેઘવાલે એક પ્રશ્નના લેખિત જવાબમાં એમ પણ જણાવ્યું કે બાકી 42 પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં વિચારાધીન છે. તેમણે એમ પણ કહ્યું કે, બાકી 201 ખાલી જગ્યા સંબંધમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમથી ભલામણ અત્યારે મળી નથી. 12 ડિસેમ્બર સુધી 123 પ્રસ્તાવ પ્રક્રિયાથી અલગ અલગ ચરણોમાં છે. આ 123 પ્રસ્તાવામાંથી 81 પ્રસ્તાવ સરકારના સ્તર પર પ્રક્રિયાના અલગ અલગ ચરણોમાં છે. 42 પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના કોલેજિયમ પાસે વિચારાધીન છે. વિધિ મંત્રાલયની વેબસાઇટ મુજબ, 1 ડિસેમ્બરે હાઇકોર્ટો માટે 1,114 ન્યાયાધીશોની સ્વીકૃત સંખ્યામાંથી 324 ખાલી જગ્યા હતી.

લોકસભામાં બોલતા કાયદા મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે 15 જૂન સુધી વીડિયો કોન્ફરન્સિંગથી પણ કેસનોની સુનાવણી કરી. જેમાં કુલ 1 લાખ 81 હજારથી વધુના ચૂકાદા આપ્યા. એ સિવાય, ગુજરાત, ગુવાહાટી, ઓરિસા, કર્ણાટક, ઝારખંડ, પટના અને મધ્ય પ્રદેશ હાઇ કોર્ટ સાથે સુપ્રીમ કોર્ટે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp