કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું, ક્યારે બનશે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર

PC: livemint.com

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, માર્ચ સુધીમાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પડી ભાંગશે અને અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર આવી જશે, તો તમને અપેક્ષિત બદલાવ નજરે પડશે. શિવસેનાએ BJP સાથેનો સાથ છોડી દીધા બાદ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ વાત મારી અંદરની છે એટલે હું તેને અત્યારે બહાર કાઢવા માગતો નથી. સરકાર બનાવવાની હોય કે સરકાર પાડવાની હોય, તો કેટલીક વાત સિક્રેટ રાખવી પડે છે. તેમણે મહારાષ્ટ્રના BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નામને લઈને કહ્યું હતું કે, માર્ચ સુધી મહારાષ્ટ્રમાં BJP સરકાર બનવાની વાત તેમણે કહી છે. આ વાત તેમના મોઢેથી નીકળી છે તો તેને સાચી સાબિત કરવા માટે અમે કામ કરીશું. સાથે જ ઉદ્ધવ ઠાકરેને લઈને કહ્યું કે, તેમની તબિયત ખરાબ છે એટલે હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી પરંતુ ગઠબંધન સરકાર વધારે દિવસની નથી.

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબે કેન્દ્રીય મંત્રી અનિલ રાણેના આ દાવાને નકાર્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં BJPની સરકાર બનશે. અનિલ પરબે દાવો કર્યો કે, મહાવિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. અનિલ પરબે કહ્યું કે, નારાયણ રાણેના બોલવાથી સરકાર ચાલતી નથી. સરકાર ચાલે છે સંખ્યાબળથી, મહાવિકાસ અઘાડી સરકાર પાસે પૂર્ણ બહુમત છે. મહાવિકાસ અઘાડી સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાલમાં જ કરોડરજ્જુના હાડકાંની સર્જરી થઈ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી. કેટલાક કલાકના હોબાળા બાદ મોડી રાતે તેમને જામીન પણ મળી ગયા હતા. 23 ઓગસ્ટના રોજ તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘કાનની નીચે મારવા’નું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં શિવસૈનિકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કેટલાક જિલ્લાઓમાં નારાયણ રાણે વિરુદ્ધ FIR પણ દાખલ થઈ. નાસિકમાં BJP કાર્યાલય પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, તો મુંબઇમાં નારાયણ રાણેના ઘર બહાર પ્રદર્શન કરી રહેલા શિવસૈનિકો પર પોલીસે દંડા વરસાવવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp