સંસદ બહાર પ્રદર્શન કરતી પકડાયેલી નીલમના સમર્થનમાં જુઓ કોણ આવ્યું

PC: twitter.com

સાંસદની સુરક્ષમાં બુધવારે એ સમયે મોટી ચૂકનો મામલો સામે આવ્યો , જ્યારે ગૃહની કાર્યવાહી વચ્ચે બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા ચેમ્બરમાં કુદયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ષડયંત્રમા કુલ 6 લોકો સામેલ હતા. એમાંથી બે લોકોએ સંસદની અંદર હંગામો મચાવ્યો અને બે લોકોએ બહાર પ્રદર્શન કર્યું હતું. 2 લોકો ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક નામ મહિલાનું પણ સામે આવ્યું છે અને તેનું નામ નીલમ છે. હવે  નીલમને છોડાવવા માટે સંયુક્ત કિશાન મોર્ચો મેદાનમાં આવ્યો છે.

 બોલો કેવું કહેવાય, એક તો સંસદમાં હુમલો કરવાના ષડયંત્રમાં નીલમ સામેલ છે અને તેને છોડાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચો માંગ કરી રહ્યો છે. મોર્ચાનું કહેવું છે કે નીલમ ખેડુત આંદોલન સાથે જોડાયેલી રહી છે.

પાછું ખેડુત નેતાએ કહ્યું કે નીલમ ખેડુત આંદોલન સાથે જોડાયેલી રહી છે અને બેરાજગાર હતી એટલે કંટાળીને સંસદ પર હુમલો કરવાનું પગલું ભર્યું. ખેડુત નેતાની આ વાહિયાત વાત છે. બેરોજગાર હોય એટલે સંસદ પર હુમલો કરવાનો? અને આ ઘટના શું નાની શુની છે?તે ખેડુત નેતાઓ છોડાવવા દોડી જાય છે.

સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અને ખેડૂત નેતા આઝાદ પાલવા આ દરમિયાન નીલમના ઘરે પણ પહોંચ્યા હતા. નીલમની મુક્તિની માગણી કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ આ સંદર્ભે આવતીકાલે કિસાન સંયુક્ત મોર્ચાની બેઠક પણ બોલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જો નીલમને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો મોટું પગલું ભરવામાં આવશે.

સંસંદ પરના હુમલાના ષડયંત્રમાં છ લોકો સામેલ હોવાનું કહેવાય છે. જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીની શોધ ચાલી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે. આ તમામ આરોપીઓ દિલ્હી બહારથી આવ્યા હતા, જેમાંથી 5 આરોપી ગુરુગ્રામમાં એક જગ્યાએ રોકાયા હતા. આ આરોપીઓ ગુરુગ્રામમાં લલિત ઝા નામના વ્યક્તિના ઘરે રોકાયા હતા.

સંસદની સુરક્ષાનો ભંગ કરનાર ચાર આરોપીઓને દિલ્હી પોલીસ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવી છે. ત્યાં એન્ટી ટેરર યુનિટ સ્પેશિયલ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. સંસદની બહારથી પકડાયેલા નીલમ અને અમોલ પાસે મોબાઈલ ફોન ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેમની પાસેથી કોઈ ઓળખપત્ર કે કોઈ પણ પ્રકારની બેગ મળી આવી નથી. બંનેએ કોઈપણ સંસ્થા સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમનો દાવો છે કે તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સંસદમાં ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp