યુવકની પશુ સાથે શરમજનક હરકત, ખીલા સાથે બાંધી કર્યું અનનેચરલ સેક્સ

PC: livehindustan.com

ઉત્તરાખંડના આ શહેરમાં એક યુવકે શરમજનક હરકત કરી છે. યુવકના આ કામથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આક્રોશિત લોકોએ આરોપી યુવકને પકડીને તેને માર મારવાની સાથે જ તેનું મોઢું કાળુ કરી તેને માથે ટાલ કરી દીધી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપી યુવકને પકડીને લોકોનો ગુસ્સો શાંત કરાવ્યો. હલ્દ્વાનીના લામાચૌડ ક્ષેત્રમાં બુધવારે પશુ ક્રૂરતાનો મામલો સામે આવવા પર હંગામો થયો. આક્રોશિત લોકોએ આરોપીને પકડીને માર માર્યો. મોઢું કાળું કરી તેને આખા વિસ્તારમાં ફેરવ્યો અને તેને માથે ટાલ કરી દીધી. કેટલાક લોકોએ સમુદાય વિશેષના લોકોની દુકાનો પણ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો.

સૂચના પર પહોંચેલી પોલીસે આરોપીને કસ્ટડીમાં લઇને મામલો શાંત કરાવ્યો. મોડી સાંજે મુખાની પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર, લામાચૌડ પ્રેમપુર નવાડ નિવાસી મહેશ ચંદ્રએ બુધવાર બપોરે પોતાના પાલતુ પશુઓને ચરવા માટે ખેતરમાં છોડ્યા હતા. તે પોતે બગીચામાં કેરી તોડવા ચાલ્યો ગયો. મહેશના જણાવ્યા અનુસાર, થોડીવાર બાદ જ્યારે તે ખેતરમાં આવ્યા તો એક વ્યક્તિ તેના પ્રાણીઓ સાથે ક્રૂરતા કરતા દેખાયો. તેણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ત્યાંથી ભાગી ગયો. દરમિયાન, લામાચૌડ ચાર રસ્તા પર કેટલાક યુવકોએ આરોપીને ઘેરીને પકડી લીધો.

ઘટનાની જાણકારી મળતા જ ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ. તેમણે આરોપીને માર મારવા ઉપરાંત તેનું મોઢું કાળુ કરી દીધુ. હંગામો વધતો જોઈ આસપાસના કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી લીધી. જ્યારે, કેટલીક દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હલ્દ્વાની પ્રભારી સીઓ સંગીતાએ જણાવ્યું કે, આરોપી હાફિઝ (25) વિરુદ્ધ ધારા-377 અને 11 પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. આરોપી મૂળ સ્વાર બસ્તી રામપુરનો રહેવાસી છે અને વર્તમાનમાં બરેલી રોડ હલ્દ્વાનીમાં રહીને લાકડાંનું કામ કરે છે.

લામાચૌડમાં બુધવારે પશુ ક્રૂરતાને લઇને શરૂ થયેલો હંગામો આશરે ત્રણ કલાક સુધી ચાલ્યો. જેવો આ ઘટનાક્રમ સામે આવ્યો, ઘણા દુકાનદાર પોતાની દુકાનો બંધ કરી ચાલ્યા ગયા. ભીડમાં સામેલ કેટલાક લોકોએ સમુદાય વિશેષના લોકોની દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. તેમજ, પોલીસે તત્પરતા બતાવતા સૂચના મળતા જ મામલામાં કાર્યવાહી શરૂ કરી દીધી. લોકોનો ગુસ્સો શાંત કરાવવાની સાથે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તેમજ, પરિસ્થિતિ સામાન્ય બનાવી રાખવા સ્થળ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. બુધવારે બપોરે આશરે એક વાગ્યે પશુ ક્રૂરતાના આરોપીને લોકોએ કમલુવાગાંજા પર પકડી લીધો. લોકોની ભીડ જોઈ આસપાસના દુકાનદારોમાં પણ હલચલ મચી ગઈ. ગુસ્સે થયેલી ભીડે આરોપીને માર માર્યો હતો. તેનું મોઢું કાળું કરી તેને માથે ટકો કરી દીધો.

લોકોનો ગુસ્સો ત્યારે પણ શાંત ના થયો તો તેમણે આરોપીની દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી. તેના પર આસપાસના કેટલાક દુકાનદારોએ જાતે જ પોતાની દુકાનો બંધ કરી દીધી. ત્યારબાદ કેટલાક લોકોએ વિશેષ સમુદાયના લોકોની દુકાનોને શોધી ઘટના સ્થળથી આશરે 2-3 કિલોમીટર દૂર સુધી ઘણી દુકાનો બંધ કરાવી દીધી. આરોપીને પોલીસ સ્ટેશન લઇ જવાની સૂચના મળતા લોકો ત્યાં પણ પહોંચી ગયા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગી કરવા માંડ્યા. ઘટના મોટું રૂપ ના લે તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે. ક્ષેત્રમાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળના વીડિયોની પણ તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp