CM યોગીએ SPને ખખડાવતા કહી દીધુ- શું તમે ગુનેગારોની આરતી ઉતારતા હતા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળની સરકારના દોઢ વર્ષમાં પહેલી વખત કાયદા વ્યવસ્થાની સમીક્ષા માટે સૌથી મોટી બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી. લગભગ સવા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં મહિના સંબંધિત ગુના, ગુના નિયંત્રણ અને ગુનેગારો પર કાર્યવાહીના મુદ્દા સૌથી મહત્ત્વના રહ્યા. આ દરમિયાન મહિલા સંબંધિત ગુનામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આડેહાથ લીધા હતા.

આ પહેલી વખત હતું જ્યારે મુખ્યમંત્રીની આ સમીક્ષા બેઠકમાં બધા IG, ADG, SP સાથે સાથે પોલીસકર્મીઓ સાથે વાત કરી રહ્યા હતા એટલે કે જ્યારે SP સાહેબના ક્લાસ લેવાઈ રહ્યા હતા, તેમના પોલીસકર્મી પણ સાંભળી રહ્યા હતા. આ આખી બેઠકમાં સૌથી વધુ ચર્ચા આંબેડકર નગરમાં વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેચવાની ઘટના હતી, જેના પર SP આંબેડકર નગરને મુખ્યમંત્રીએ જોરદાર અંદાજમાં આડેહાથ લીધા. આંબેડકર નગર સાથે સાથે હાલમાં જ ગુનાઓની ઘટના પર પણ મુખ્યમંત્રીએ કડક વલણ દેખાડ્યા અને એક ડઝનથી વધુ જિલ્લાઓના કેપ્ટન અને બે પોલીસ કમિશનરોને પણ ફટકાર લગાવી.

આંબેડકર નગર સાથે સાથે હાથરસ, ચંદૌલી, લલિતપુર, કાસગંજ, બલરામપુર, મહોબા, મહારાજગંજ, અયોધ્યા, ચિત્રકૂટ, ઝાંસી અને સુલ્તાનપુરના પોલીસ અધિકારીઓને હાલમાં થયેલી ઘટનાઓમાં બેદરકારી અને મોડું થવા પર અસંતુષ્ટ નજરે પડ્યા. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે, કોઈ પણ ઘટનામાં બેદરકારી કે ગરબડીની પુષ્ટિ થઈ તો જિલ્લાધિકારી હોય કે પછી પોલીસ સ્ટેશનના અધિકારી તેણે ન માત્ર થાનેદારી અને કેપ્ટન્સીથી હટાવવામાં આવશે, પરંતુ બળજબરીપૂર્વક રિટાયર્ડ કરી દેવામાં આવશે.

લખનૌ સ્ટેટ મુખ્યાલયથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગથી પહેલી વખત જિલ્લાના અધિકારીઓથી લઈને SP, IG, DIG ઝોનને એક સાથે જોડીને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યું કે બેદરકારી રાખનારની ખુરશી તો જશે જ નોકરીથી પણ હાથ ધોવા પડશે. એવા પોલીસકર્મી અને અધિકારીઓને બળજબરીપૂર્વક રિટાયરમેન્ટ આપીને બહારનો રસ્તો દેખાડવામાં આવશે. મુખ્યમંત્રીની નારાજગી પાછળ હાલમાં થયેલી ગુનાહિત ઘટનાઓ કારણ બની.

આંબેડકર નગરમાં વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેચનારા આરોપીઓ પર કાર્યવાહીમાં મોડું થવાથી મુખ્યમંત્રી ખૂબ નારાજ દેખાયા. SP આંબેડકર નગર અજીત સિંહાને મોડું થવા પર મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે આ ઘટનામાં જો શાસને નિર્દેશ ન આપ્યા હોત તો તમે ગુનેગારોને મીઠાઇ ખવડાવતા, શું તેમની (ગુનેગારોની) આરતી ઉતારી રહ્યા હતા? SP આંબેડકર નગરની ગત દિવસોમાં ફરિયાદોની પણ આ ફટકારમાં અસર દેખાઈ. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, મને ખબર છે જિલ્લાઓમાં શું થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp