ઉત્તર પ્રદેશના છોકરાને દિલ દઈ બેઠી અમેરિકન છોકરી, હિન્દુ-રીત-રિવાજોથી કર્યા લગ્ન

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક કપલના લગ્ન ચર્ચામાં છે કેમ કે દુલ્હન અમેરિકાની છે અને વર હમીરપુરના ભીલાવાનો છે. ગત દિવસોમાં બંનેએ હિન્દુ રીત રિવાજ મુજબ સાત ફેરા લીધા. તેમણે સાથે જીવવા મરવાના સોગંધ ખાધા છે. આ અનોખા લગ્ન જોવા માટે લોકોનું ટોળા ઉમટી પડ્યા. સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહની તસવીરો વાયરલ થઈ રહી છે. ભીલાવાના નારાયણ નગરના રહેવાસી સચિન શર્માની મિત્રતા અમેરિકામાં જોબ કરતી વખત ઓલિવિયા વેન સાથે મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

પછી બંનેએ એક થવાનો નિર્ણય કરી દીધો. તેમણે પોત પોતાના પરિવારજનો સાથે વાત કરી. જ્યારે તેઓ રાજી થઈ ગયા તો લગ્નની તારીખ નક્કી કરી દીધી. આ પ્રકારે 23 નવેમ્બરે સચિન અને ઓલિવિયા હંમેશાં માટે એક-બીજાના થઈ ગયા. ઓલિવિયા અને સચિનના હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા છે. શર્મા પરિવારમાં લગ્નની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી હતી. પાડોશમાં પણ હલચલ હતી. વિદેશી વહુની એક ઝલક જોનારા અને સાંભળનારા ઘણા દિવસોથી આવી જઈ રહ્યા હતા.

સચિનના પિતા મહેશ શર્મા રિટાયર્ડ સ્વાસ્થ્યકર્મી છે. તેમણે જણાવ્યું કે તેમનો મોટો દીકરો સચિન શર્માએ બીટેક કર્યા બાદ MBAના અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. ત્યાં જ તેની નોકરી લાગી ગઈ. જોબ દરમિયાન સચિનની ઓલિવિયા વેન સાથે મિત્રતા થઈ ગઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. વાત લગ્નની આવી. સચિને પોતાના રીત-રિવાજ સાથે લગ્ન માટે ઓલિવિયાને તૈયાર કરી દીધી. મહેશ શર્માએ જણાવ્યું કે, ઓલિવિયા બે દિવસ અગાઉ પોતાની માતા સાથે હમીરપુર આવી હતી.

ઓલિવિયા મૂળરૂપે અમેરિકન અરવાઇન શહેરની રહેવાસી છે. તેના પિતા ડન વેનનું વર્ષ 2021માં કોરોનાકામા મોત થઈ ચૂક્યું છે. ઓલિવિયા સચિન સાથે લગ્ન કરવા પોતાની માતા નૈન ડો સાથે ભારત આવી છે. ઓલિવિયાને પણ ભારતીય રીત રિવાજ પસંદ છે. તેણે જણાવ્યું કે, સચિન ઘણા સમયથી અમેરિકામાં રહીને જોબ કરી રહ્યો હતો. તેને અમેરિકાનો ગ્રીન કાર્ડ મળ્યો છે. હવે ઓલિવિયા વેન સાથે લગ્ન થયા બાદ સચિનને ત્યાંની નાગરિકતા પણ મળી જશે, ત્યારબાદ તે NRI થઈ જશે. કાલે રાત્રે થયેલા અનોખા લગ્નની હમીરપુર સિવાય આસપાસના જિલ્લાઓમાં ખૂબ ચર્ચામાં થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp