UPમાં નિરાશાજનક હાર બાદ યોગીને હટાવશે BJP, શું સાચી સાબિત થશે કેજરીવાલની વાત?

PC: ndtv.com

ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ સાથે સાથે સહયોગી દળોને પણ ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. અપના દલ સોનેવાલ મિર્ઝાપુર અને રોબર્ટ્સગંજ લોકસભા સીટ પર પાછળ રહી છે. તો SBSPને ઘોસી લોકસભા સીટ પર ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી આવેલા રુઝાનોમાં ભાજપ ઘણી સીટો પર પાછળ દેખાઈ રહી છે. INDIA ગઠબંધન રાજ્યની 80માંથી 45 સીટો પર લીડ બનાવી છે.

તો ભાજપના નેતૃત્વમાં NDA 32 સીટો પર આગળ છે. એક સીટ પર આઝાદ સમાજ પાર્ટીને જીત મળતી દેખાઈ રહી છે. આ પ્રકારની સ્થિતિમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલના એક નિવેદનની ખૂબ ચર્ચા છે. તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન થશે. યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે.

કેજરીવાલે શું કહ્યું હતું?

લખનૌમાં INDIA ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મોટો દાવો કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા. તેમણે મને ગાળો આપી. યોગીજી હું તમને વિનમ્રતાથી કહેવામાં માગું છું કે તમારા અસલી દુશ્મન તમારી જ પાર્ટીમાં છે. ભાજપમાં પોતાના દુશ્મનો સામે લડો. તમે કેજરીવાલને કેમ ગાળો આપી રહ્યા છો?

અરવિંદ કેજરીવાલે દાવો અકર્યો હતો કે, વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તમને હટાવવા માગે છે. તમને ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રીની ખુરશીથી હટાવવાની પૂરી તૈયારી ચાલી રહી છે. તમે તેમને નિપટો. કેજરીવાલે લોકોને કહ્યું હતું કે, INDIAને બચાવવું હોય તો INDIA ગઠબંધને જીતવું પડશે.

શું થશે બદલાવ:

ઉત્તર પ્રદેશના વોટિંગ પેટર્નમાં મોટો બદલાવ થતો દેખાઈ રહ્યો છે. ભાજપ મોટા સ્તર પર પાછળ રહેતી નજરે પડી રહી છે. પાર્ટીને 30 કરતા વધુ સીટોનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે, તો કોંગ્રેસ આ વખત મોટી લીડ બનાવતી દેખાઈ રહી છે. 2009ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ફરી એક વખત મોટી લીડ બનાવતી નજરે પડી રહી છે. તો સમાજવાદી પાર્ટી અત્યાર સુધીનું સુધીનું સૌખી સારું પ્રદર્શન કરવામાં સફળતા તરફ છે.

1992માં સમાજવાદી પાર્ટીની રચના બાદથી અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. પાર્ટી 37 સીટો પર લીડ બનાવતી નજરે પડી રહી છે. તેનાથી INDIA ગઠબંધનની રણનીતિ સારી રીતે જમીન પર ઊતરતી નજરે પડી. તો ભાજપના પક્ષમાં માહોલ બનતો ન દેખાયો. એવામાં ભાજપ પ્રદેશ નેતૃત્વમાં બદલાવની રણનીતિ પર કામ કરી શકે છે. તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp