ભારતીય યુવકના પ્રેમમાં નેધરલેન્ડ્સથી ભારત આવી ગઈ યુવતી, હિન્દુ રીત-રિવાજથી લગ્ન
ઉત્તર પ્રદેશના ફતેહપુરના રહેવાસી હાર્દિક વર્માએ નેધરલેન્ડ્સની ગેબરીલા સાથે લગ્ન કર્યા છે. આખા જિલ્લામાં તેમના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. બંનેએ હિન્દુ રીત-રિવાજથી લગ્ન કર્યા અને 7 ફેરા લીધા. લગ્ન અગાઉ પીઠી વગેરેની રીતો કરવામાં આવી. લગ્નમાં સંબંધીઓ અને મિત્રોએ ખૂબ ડાન્સ કર્યો. હાર્દિક અને ગેબરીલાના લગ્ન બુધવારે રાત્રે થયા હતા. તેમની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન દરમિયાન બંનેએ એક-બીજાને વરમાળા પહેરાવી અને ઘરના વડીલોએ આશીર્વાદ આપ્યા.
તસવીરમાં આ જોડી ખૂબ જ ખુશ નજરે પડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, લાલૌલી પોલીસ સ્ટેશ વિસ્તારના દતૌલી ગામના રાધેલાલ વર્માનો દીકરો હાર્દિક વર્મા 7 વર્ષ અગાઉ નોકરીના સિલસિલામાં નેધરલેન્ડ્સ ગયો હતો. ત્યાં એક દવા કંપનીમાં સુપરવાઇઝર તેની તરીકે નોકરી લાગી ગઈ. આ દરમિયાન તેની મુલાકાત સાથે કામ કરી રહેલી ગેબરીલા ડૂડા સાથે થઈ. નેધરલેન્ડસમાં સાથે કામ કરતા કરતા ધીરે ધીરે બંનેમાં નજીકતા વધવા લાગી. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
એક દિવસે હાર્દિકે ગેબરીલાના ઘરે જઈને પ્રેમ વ્યક્ત કર્યો. ગેબરીલાએ પણ હાર્દિકનું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું. પછી 3 વર્ષ સુધી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા. અંતે કપલે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. જ્યારે બંનેએ આ વાત પોતાના પરિવારજનોને કહી તો તેમણે લગ્ન લગ્ન માટે હા પાડી દીધી. ત્યારબાદ ગયા અઠવાડિયે હાર્દિક પોતાની પ્રેમિકા ગેબરીલાને લઈને ફતેહપુર પહોંચ્યો. ગામ પહોંચવા પર પરિવારજનોએ પોતાના દીકરા અને થનારી વહૂનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ત્યારબાદ લગ્નના બધા રિવાજો શરૂ થયા.
ત્યારબાદ લગ્ન રીત-રિવાજથી સંપન્ન થયા. વિધિ-વિધાનથી સમાપ્ત થયેલા આ લગ્ન સમારોહમાં પરિવારના સભ્યો સાથે ગ્રામજનો પણ હિસ્સો બન્યા. ગામમાં હાર્દિક અને ગેબરીલાના લગ્ન હિન્દુ રીત-રિવાજ મુજબ થયા. તેમાં ગેબરીલાએ ખૂબ ડાન્સ કર્યો. મહિલાઓ મંગળ ગીત ગાઈને ખુશી મનાવી. ગયા બુધવારે હાર્દિક અને ગેબરીલાએ એક-બીજાને વરમાળા પહેરાવી અને પછી લગ્નના અન્ય રિવાજો નિભાવ્યા. હાલમાં હાર્દિકના ઘર પર શુભેચ્છા આપનારા લોકોની લાઇન લાગી ગઈ છે.
હાર્દિકે કહ્યું કે, 3 ડિસેમ્બરે આખો પરિવાર ફતેહપુરથી ગુજરાતના ગાંધીનગર આવશે. અમારો આખો પરિવાર ત્યાં જ રહે છે. ફતેહપુરમાં અમારું પૈતૃક ઘર છે એટલે લગ્ન અહી આવીને કર્યા. ગુજરાતમાં 11 ડિસેમ્બરે ગેબરીલા ડૂડાના પિતા માર્સિન ડૂડા અને માતા બર્બરા ડૂડા સિવાય અન્ય પરિવારના સભ્ય આવશે. બધા લોકોની ઉપસ્થિતિમાં ત્યાં રિસેપ્શન કરવામાં આવશે. હાર્દિકે એમ પણ કહ્યું કે, ત્યારબાદ અમે 25 ડિસેમ્બરે નેધરલેન્ડ્સ પાછા જતા રહીશું. ત્યાં ચર્ચામાં ઈસાઈ રિવાજથી પણ લગ્ન થશે. બીજી તરફ લગ્નની ચર્ચા બાદ સ્થાનિક પ્રશાસન અને ઇન્ટેલિજેન્સ ટીમ એલર્ટ થઈ ગઈ હતી. તેમણે ગેબરીલાનો પાસપોર્ટ ચેક કર્યો. જેમાં બધુ યોગ્ય મળ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp