હેલમેટ નહોતું પહેર્યું તો પોલીસે કર્યું થર્ડ ડિગ્રી ટોર્ચર, જુઓ વીડિયો

PC: ndtvimg.com

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં હેલ્મેટ ન પહેરવા પર અને ગાડીના દસ્તાવેજો ન હોવા પર પોલીસ સબ ઈન્સપેક્ટર અને સિપાહી બાઈક ચલાવનારને લાતો મારી રહ્યા છે. તેના કાકા સાથે આ રીતનું વર્તન જોઈને ભત્રીજો રડતો રહ્યો, છતાં પોલીસ અધિકારીઓ તે વ્યક્તિને મારતા રહ્યા.

આ દરમ્યાન વાહનચાલક રિંકૂ પોલીસને હાથ જોડીને ક્ષમા કરવા કહી રહ્યો હતો, પણ પોલીસે તેની એક પણ વાત ન સાંભળી. આ ઘટનાનો વીડિયો વાયરલ બની ગયા પછી SP ધર્મવીર સિંહ અને અન્ય બે આરોપી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સાથે જ મામલાની તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.

વાહન ચાલકની ભૂલ માત્ર એ હતી કે તે હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવી રહ્યો હતો. સાથે જ તેની પાસે ગાડીના દસ્તાવેજો પણ નહોતા. આટલી ભૂલમાં પોલીસ અધિકારીએ રિંકૂ જોડે અમાનવીય વર્તન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp