રામ મંદિરની સુરક્ષા માટે બોમ્બે સ્કવોડ મૂકી દેવામાં આવી, જાણો શું છે કારણ

PC: twitter.com/ani_digital

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ઉત્તર પ્રદેશ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને હજુ વધારી દીધી છે. પોલીસે અહી ખાસ કરીને 2 નવી એન્ટી સેબોટોઝ ચેક (AS ચેક) ટીમોને તૈનાત કરી છે. સાથે જ અલ્લાહાબાદ હાઇ કોર્ટ, લખનૌ પીઠ અને સચિવાલયની સુરક્ષાને મજબૂત કરી છે. અયોધ્યા જન્મભૂમિને મળાવીને કુલ 8 બોમ્બ નિરોધક અને તપાસ ટીમ તૈનાત કરી છે. સુરક્ષા હેડક્વાર્ટર સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિમાં પહેલાથી જ એક બોમ્બ નિરોધક ટીમ તૈનાત હતી.

હવે ત્યાં 2 અન્ય ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તેની સાથે જ હાઇ કોર્ટના પ્રયાગરાજ અને લખનૌ પરિસરોની સુરક્ષા માટે એક-એક બોમ્બ નિરોધક ટીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાઇ કોર્ટે થોડા મહિનાઓ અગાઉ બંને પરિસરોમાં બોમ્બ નિરોધક ટીમ તૈનાત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. એ સિવાય લોકભવન સહિત 5 સચિવલયોની સુરક્ષા માટે તેની એક ડેડિકેટેડ ટીમ આપવામાં આવી છે. વારાણસીમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત દેશ-વિદેશના VVIP લોકોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખતા બોમ્બ નિરોધક ટીમ આપવામાં આવી છે.

આ બદલાવ બાદ હવે આખા રાજ્યમાં 31 BDDS ટીમો તૈનાત થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, BDDS ટીમના બધા જવાનોને NSG માનેસર અને CRPFના ટ્રેનિંગ સેન્ટર પૂણેમાં ટ્રેન્ડ કરવામાં આવ્યા છે. 13 વર્ષ બાદ આ પહેલી વખત છે, જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસના સુરક્ષા વિંગ BDDS ટીમોની સંખ્યા રાજ્ય સ્તર વધારી છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી પૂરી કરવામાં આવી રહ્યું છે. તેની સુરક્ષાને લઈને ઘણી વખત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રામ મંદિરની સુરક્ષામાં પહેલાથી જ ભારે સંખ્યામાં પોલીસ બળ તૈનાત છે. રામ મંદિરનું નિર્માણ જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં પૂરું કરી લેવામાં આવશે. ગત દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે, જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં રામ લલા (બાળ ભગવાન રામ)ની મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સ્થાપિત કરવામાં આવશે. જો કે, મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2025 સુધી સમાપ્ત થશે. પણ આ પહેલા તે જાન્યુઆરી 2024થી જ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp