ફોનનું રૂ. 2નું બિલ ન ચૂકવતી UP પોલીસ સામે BSNL કોર્ટમાં પહોંચી ગઈ, 248 રૂ...
ઉત્તર પ્રદેશ પોલીસ અને BSNL વચ્ચે એક ખૂબ જ વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે ટેલિફોન કંપનીને કોર્ટમાં જવાની ફરજ પાડી છે, જેનું કારણ પણ વિચિત્ર અને આશ્ચર્યજનક છે. રાજ્યના મિર્ઝાપુર જિલ્લાના 10 પોલીસ સ્ટેશનમાં કંપનીના બિલ ઘણા વર્ષોથી બાકી છે. બિલની રકમ પણ એટલી નથી કે તે જમા ન થઈ શકે. જિલ્લાના દસ પોલીસ સ્ટેશનમાં BSNLના માત્ર રૂ. 248 બિલ બાકી છે. પોલીસકર્મીઓએ વર્ષો સુધી બિલ જમા ન કરાવતાં કંપની નેશનલ લોક અદાલતમાં પહોંચી હતી.
મિર્ઝાપુર પોલીસ BSNL કંપનીનું માત્ર 248 રૂપિયાનું બિલ વસૂલવામાં સક્ષમ નથી. આ લેણું એક બે નહીં પરંતુ જિલ્લાના 10 પોલીસ સ્ટેશનમાં છે. મિર્ઝાપુરના પોલીસ સ્ટેશનો પર BSNLનું રૂ. 2 થી રૂ. 4 સુધીનું લેણું છે.
લાલગંજ પોલીસ સ્ટેશનમાં રૂ. 2, વિંધ્યાચલ, મડીહાન અને ચીલ્હ પોલીસ સ્ટેશનમાં રૂ. 4, જિગનામાં રૂ. 5, કછવાંમાં રૂ. 7, ચુનારમાં રૂ. 14, દેહાત કોતવાલી ખાતે રૂ. 34, શહેર કોતવાલી ખાતે રૂ. 54 અને કટરા કોતવાલી પર રૂ. 120 બાકી છે. BSNLએ આ લેણાંની વસૂલાતના મુદ્દાના સમાધાન માટે રાષ્ટ્રીય લોક અદાલતનો આશરો લીધો છે.
આશ્ચર્યની વાત એ છે કે, સાત પોલીસ સ્ટેશન મળી કુલ રૂ. 40નું બિલ બાકી છે, જ્યારે ત્રણ પોલીસ સ્ટેશનમાં રૂ. 208 બાકી છે. પોલીસ વિભાગના 10 પોલીસ સ્ટેશનોએ ઘણા વર્ષોથી BSNLને રૂ. 248ના લેણાં ચૂકવ્યા નથી. BSNLએ આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને જાણ કરી છે અને બાકી બિલો ચૂકવવા સંબંધિત અધિકારીઓને નોટિસ મોકલી છે.
કંપનીમાં બીલ જમા કરાવવા પોલીસને અનેક વખત નોટીસ આપવામાં આવી હતી, પરંતુ આ નાની રકમ જમા કરાવવામાં આવી ન હતી. મિર્ઝાપુરના ડેપ્યુટી જનરલ મેનેજર BSNL P.C. રાવતે એક પત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, પોલીસ વિભાગે 10 પોલીસ સ્ટેશનમાં BSNLને ચૂકવવાનું બાકી કુલ 248 રૂપિયાનું દેવું છે. કેટલાંક વર્ષોથી બિલની ચૂકવણી ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને માહિતી પત્ર મોકલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp