કેન્ડી ક્રશ રમતા શિક્ષકની DMએ ચેક કરી હિસ્ટ્રી,એવું શું મળ્યું કે સસ્પેન્ડ કર્યો

PC: zeenews.india.com

ઉત્તર પ્રદેશની એક શાળામાં એ નિરીક્ષણ કર્યું અને થોડા સમય બાદ ત્યાંના એક શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો. તપાસ દરમિયાન ખબર પડી કે શિક્ષકે ડ્યુટીના સમયે ભણાવવાની જગ્યાએ અઢી કલાક સુધી ફોન ચલાવીને ટાઇમ પાસ કર્યો. DMએ ફોનની હિસ્ટ્રી ચેક કરી તો શિક્ષકના ફોનમાં દોઢ કલાકથી ગેમ રમી રહ્યો હતો. ફોન પર વાત કરી. ફેસબુક પણ ચલાવ્યું. આ ઘટના સંભલ જિલ્લાના શરીફપુર ગ્રામ પંચાયતની સરકારી શાળાની છે.

મીડિયા રિપોર્ટ મુજબ, DM ડૉ. રાજેન્દ્ર પેન્સિયા શાળાના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. પરંતુ અહી એક શિક્ષક, પ્રેમ ગોયલ ફોન પર કેન્ડી ક્રેશ રમતો નજરે પડ્યો. ત્યારબાદ DM સાહેબે શિક્ષક પાસેથી ફોન લીધો અને પોતે જ આખી હિસ્ટ્રી ચેક કરવા લાગ્યા. DMએ દાવો કર્યો કે શિક્ષકે એક કલાક 17 મિનિટ સુધી કેન્ડી ક્રશ સાગા ગેમ રમી. 26 મિનિટ ફોન પર વાત કરી અને 17 મિનિટ ફેસબુક ચલાવ્યું. ગૂગલ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પણ ચલાવ્યું.

એ સિવાય DM રાજેશ પેન્શિયાએ શાળાના બાળકોની પરીક્ષાની કોપીઓ પણ ચેક કરી. આ એ કોપીઓ હતી જેમને શિક્ષક પહેલા જ ચેક કરી ચૂક્યા હતા. આ કોપીઓમાં ઘણી ભૂલ નીકળી. 6 બાળકોની કોપીઓમાં 95 ભૂલો નીકળી. DMના નિર્દેશ પર પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. આ કાર્યવાહીની પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે જેમાં સ્ક્રીનશોટ સાથે બતાવવામાં આવ્યું છે કે કઇ કઇ એપ્સ કેટલા સમય સુધી ઉપયોગ કર્યો.

DM રાજેન્દ્ર પેન્સિયાએ જણાવ્યું કે, એક શિક્ષકનું પ્રાથમિક કર્તવ્ય બાળકોને સારા કરવાનું છે. જ્યાં સુધી શિક્ષક બાળકોની કોપીઓ સારી રીતે નહીં તપાસે તો બાળક ભવિષ્યમાં ભૂલ કરશે અને શીખશે નહીં. શિક્ષક એટલી ભૂલો કરશે તો આપણે બાળકોને શું શીખવીશું. અમે શિક્ષકનો ફોન ચેક કર્યો તો ખબર પડી કે 8 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અઢી કલાક સુધી ફોન ચલાવતો રહ્યો છે. આ બાબતને લઈને DMએ ખૂબ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે શિક્ષકોને ભણાવવા પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp