ભાઇનો જીવ બચાવવા બહેને દાન કરી દીધી કિડની, પતિને ખબર પડી તો આપી દીધા તલાક

PC: dnaindia.com

ઉત્તર પ્રદેશના ગોંડાથી હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહી એક પતિને જ્યારે ખબર પડી કે તેની પત્નીએ પોતાના ભાઇનો જીવ બચાવવા માટે તેને કિડની દાન કરી દીધી છે તો તેણે ગુસ્સામાં પોતાની પત્નીને તીન તલાક આપી દીધા. આરોપી પતિ સાઉદી અરબમાં કામ કરે છે. જો કે, તેની પત્ની ઉત્તર પ્રદેશના બેરિયાહી ગામમાં રહે છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલાએ પોતાની કિડની દાન કરીને ભાઈને બચાવવાનો નિર્ણય લીધો.

તેને એ વાતનો અંદાજો નહોતો કે એ સાંભળીને તેનો પતિ નારાજ થઈ જશે. જેવો જ મહિલાએ પતિને કિડની દાન કરવા બાબતે મેસેજ પર જણાવ્યું તો પતિ ગુસ્સે થઈ ગયો અને તીન તલાક આપી દીધા. ઘટના ધાનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહી રહેનારી તરન્નુમના લગ્ન 20 વર્ષ અગાઉ જેતપુરના રહેવાસી અબ્દુલ રશીદ ઉર્ફ મોહમ્મદ રાશિદ સાથે થયા હતા. નિકાહ બાદ બંનેના બાળકો ન થયા. ત્યારબાદ રાશિદે બીજા લગ્ન કરી લીધા.

તરન્નુમે જ તેને લગ્ન કરવાની મંજૂરી આપી હતી. બીજા લગ્ન કર્યા બાદ તે નોકરી કરવા માટે સાઉદી જતો રહ્યો. આ દરમિયાન તરન્નુમના ભાઈ શાકિરની તબિયત બગડી ગઈ. તપાસ કરાવવા પર ખબર પડી કે તેની બંને કિડની ખરાબ છે. જો તેનો જીવ બચાવવો હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે. ત્યારબાદ તરન્નુમે પોતાની એક કિડની દાન કરવાનું વિચારી લીધું. તેણે પોતાના ભાઈને કિડની આપીને તેનો જીવ બચાવી લીધો. જો કે, આ વાત તેના પતિને પસંદ ન આવી અને તેણે તેને ફોન પર જ તીન તલાક આપી દીધા. આ ઘટનાની દરેક તરફ ચર્ચા થઈ રહી છે.

હાલમાં મહિલાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધી લીધો છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં તીન તલાકને ગેરકાયદેસર જાહેર કરી દેવાયા છે. મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) અધિનિયમ હેઠળ તીન તલાક પર પ્રતિબંધિત છે, જે હેઠળ 3 વર્ષ સુધીની જેલની સજાનું પ્રાવધાન છે. હાલમાં કેસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp