વર્ષો સુધી મહિલાએ બે યુવતી સાથે માણ્યું સેક્સ, કેવી રીતે? જાણીને હોશ જશે ઉડી

PC: huffpost.com

ઉત્તરાખંડમાં એક યુવતીએ પુરુષ બની બે યુવતીઓ સાથે લગ્ન કર્યા. આરોપી છોકરીએ બંને મહિલાઓ સાથે વર્ષઓ સુધી પતિ-પત્નીના સંબંધ પણ નિભાવ્યા, મહત્ત્વની વાત એ છે કે સચ્ચાઈ બહાર ન આવી. આ રાજ ત્યારે બહાર આવ્યું, જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થયા અને કથિત પતિની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે, આરોપી મહિલા અંધારામાં શારીરિક સંબંધ બનાવતી હતી અને તે સમયે સેક્સ ટોયનો ઉપયોગ કરતી હતી. 

મળતી માહિતી મુજબ, 14 ફેબ્રુઆરી 2014ના રોજ કાઠગોદામ નિવાસી એક મહિલાના લગ્ન ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના ધામપુરમાં રહેતા એક કથિત યુવક કૃષ્ણા સેન સાથે થયા. બંને હલ્દવાનીના મહોલ્લા ગોરખપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. કાઠગોદામ પોલીસ અનુસાર, વર્ષ 2013માં કૃષ્ણાસેને ફેસબૂક પર એક છોકરાનો ID બનાવી કાઠગોદામની એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. 

પોલીસ તપાસમાં ખબર પડી છોકરી છે કૃષ્ણા

પતિ-પત્ની વચ્ચે દહેજ, મારપીટને લઈ વારંવાર ઝઘડા થવા લાગ્યા. ત્યારબાદ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસની કડક પુછપરછમાં આખરે કૃષ્ણાએ તમામ હકીકત પોલીસ સમક્ષ જણાવી. અને કહ્યું કે, તે છોકરી છે. જ્યારે આ રાજ તેને બહાર પાડ્યું તો તેની પત્ની સહિત પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ. 

અંધારામાં બનાવ્યો શારીરિક સંબંધ

તપાસમાં બહાર આવ્યું કે, કૃષ્ણા પોતાની પત્નીને પોતાના શરીરને અડવા દેતી ન હતી, કે ક્યારે પણ પત્ની સામે કપડા પણ બદલતો ન હતો. પોતાને પુરુષ બતાવવા માટે તે દારૂ અને સિગારેટ પણ પીતો સાથે બાઈક પણ ચલાવતો. તે જ્યારે પણ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવે ત્યારે રૂમની લાઈટો બંધ કરી દેતી હતી. તેણે એક ઓનલાઈન કંપનીમાંથી સેક્સ ટોઈઝ મંગાવ્યા હતા. આના દ્વારા રૂમમાં અંધારું કરી પત્નીઓ સાથે શારીરિક સંબંધ બનાવતી હતી, જેથી પકડમાં ન આવ્યો. 

પોલીસે હવે આરોપી કૃષ્ણા સેનને છેતરપિંડી અને મહિલા શારીરિક છેડછાડના આરોપમાં જેલ ભેગી કરી દીધી છે. નૈનિતાલના પોલીસ અધ્યક્ષ જન્મેજય પ્રભાકર ખંખૂડીનું કહેવું છે કે, યુવતી દ્વારા પુરુષ બની બે મહિલાઓ સાથે લગ્ન કરવાના મામલો આશ્ચર્ય થાય તેવો જ છે. પ્રાથમિક તપાસમાં યુવતી દ્વારા અન્ય બે યુવતી સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. યુવતીએ પોતાનું આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સહિત તમામ દસ્તાવેજ પણ પુરુષના નામના બનાવી રાખ્યા હતા. પોલીસે આ દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp