ઐસા કોઈ સગા નહીં, જિસે UPSC કોચિંગને ઠગા નહીં: IPS અધિકારીએ એમ શા માટે કહ્યું?

PC: aajtak.in

IPS રાજ કૃષ્ણાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે એક કહેવતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે, ‘ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં એક કહેવત છે. ઐસા કોઈ સગા નહીં, જિસે UPSC કોચિંગને ઠગા નહીં.’ બિહારના રાજ કૃષ્ણાએ દિલ્હીમાં રહીને સિવિલ સર્વિસિસની તૈયારી કરી હતી. પછી વર્ષ 2021માં પોતાના ચોથા એટેમ્પટમાં UPSCની પરીક્ષા ક્રેક કરીને ઓલ ઈન્ડિયા 158મો રેન્ક હાંસલ કર્યો હતો. હાલમાં જ એક વીડિયોમાં તેમણે અનુભવ શેર કર્યો હતો.

સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી માટે ઘણા બધા એસ્પિરેન્ટ કોચિંગ જોઇન્ટ કરે છે. બધાનો પોત પોતાનો અનુભવ હોય છે, પરંતુ કોચિંગ સાથે સેલ્ફ સ્ટડીનું પોતાનું અલગ મહત્ત્વ છે. તેને લઈને IPS રાજ કૃષ્ણાએ ‘ઐસા કોઈ સગા નહીં, જિસે UPSC કોચિંગને ઠગા નહીં’નો ઉલ્લેખ કર્યો છે. તેમણે GS માટે કોચિંગ લીધી નહોતી કેમ કે કોલેજ સમયમાં જ બેઝિક્સ કવર કરી લીધા હતા. બસ તેમાં વેલ્યૂ એડિશન કરવાની જરૂરિયાત હતી. તેમનું કહેવું છે કે, કોચિંગ્સ એક નક્કી ફોર્મેટ પર ભણાવી રહી છે, તેને વાંચીને તમે સિલેબસ સમજી શકો છો, પરંતુ એવું ભણાવી રહ્યા નથી જે UPSC દ્વારા પૂછવામાં આવેલા સવાલોને ક્રેક કરી શકે.

રાજ કૃષ્ણા કહે છે કે, જો તમે કોચિંગ્સની આન્સર કી જોશો તો બધાના માર્કસમાં 10-15 નંબરનું અંતર હોય છે. એવામાં તમે કઈ રીતે વિચારી શકો છો કે કોચિંગ તમને એ પરીક્ષા માટે ભણાવી શકે છે જેની તેઓ ઘર પર બેસીને ઈન્ટરનેટ સાથે પણ આન્સર કી બનાવી શકતી નથી. UPSCની પરીક્ષા પર વાત કરતા રાજ કૃષ્ણાએ ચહેરા પર સ્માઇલ સાથે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કઇ વસ્તુ તેમને ગુસ્સો અપાવે છે? તો તેમણે કહ્યું કે, રોડ કિનારે ભીખ માગતા બાળકોને જોઈને પરેશાન થઈ જાય છે અને બેઘર લોકોને જોઈને તેમના મનમાં સવાલ ઉઠે છે.

તેમણે એ પણ જણાવ્યું કે, UPSCની તૈયારી કરીને આ લાંબી યાત્રાને મજેદાર અને સ્પષ્ટ બનાવવા માટે મિત્રોનું એક સારું ગ્રુપ પણ આવશ્યક હોય છે. IPS રાજ કૃષ્ણાએ વીડિયોમાં UPSC માટે પોતાની Pre Mains અને ઇન્ટરવ્યૂ સ્ટ્રેટેજી શેર કરી છે. પોતાની પર્સનલ લાઈફ બાબતે રાજ કૃષ્ણાએ જણાવ્યું કે, તેઓ બિહારથી છે. તેમનું બાળપણ પટનામાં વીત્યું. માતા-પિતા ટિચિંગ લાઇનમાં હતા, તો ઘરમાં શરૂઆતથી જ વાંચનનો માહોલ રહ્યો. તેમણે 10માંનો આભ્યાસ દેહરાદૂન DAV સ્કૂલથી કર્યો અને 12માનો અભ્યાસ બોકારોના DPS કોલેજથી કર્યો. ત્યારબાદ IIT ગુવાહાટી માટે સિલેક્ટ થયા, પરંતુ વર્ષ 2018 બાદ UPSCની તૈયારી માટે દિલ્હી જતા રહ્યા. તેમણે વર્ષ 2021માં પટના ચોથા પ્રયત્નમાં UPSC પરીક્ષા પાસ કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp