અમેરિકા ભારતને અપાચે યુદ્ધ હેલિકોપ્ટર વેચશે, જાણો તેની ખાસિયત

PC: ytimg.com

અમેરિકા ભારતને તેના છ અપાચી યુદ્ધ હેલિકોપ્ટર વેચવાના સૌદાને મંજૂરી આપી દીધી છે. આ સોદો 930 મિલિયન ડોલરમાં કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓગષ્ટમાં ભારત સરકારે આ ખરીદવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

કરારને અમેરિકાની કોંગ્રેસે મંજૂરી માટેમોકલી આપ્યું છે, જો કોઈ અમેરિકી સાંસદ આપત્તિ ન ઉઠાવે તો કરારને ડિરેક્ટ પરમિશન મળી જશે. બોઈંગ અને ભારતીય કંપની ટાટાએ ભારતમાં અપાચે હેલિકોપ્ટરની બોડી બનાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ મંગળવારે ડે સોદાને મંજૂરી આપવામાં આવી છે તે હેઠળ ભારતને સંપૂર્ણરીતે તૈયાર હેલિકોપ્ટર વેચવામાં આવશે. તેવામાં આ સોદાને લઈને ટાટા અને બોઈંગને પરેશાની થઈ શકે છે. અમેરિકામાં અપાચે જંગી હેલિકોપ્ટરના મોટા કોન્ટ્રાક્ટર છે-લોકહીડ માર્ટિન, જનરલ ઈલેક્ટ્રિક અને રેથિયોન.

ભારત આ એએચ-64ઈ અપાચે હેલિકોપ્ટરની સાથે અમેરિકાથી સંલગ્ન ઉપકરણ, સ્પેર પાર્ટ્સ, પ્રશિક્ષણ અને દારૂ-ગોળો પણ લેશે. આ યુદ્ધ હેલિકોપ્ટરની ખાસિયત અંગે વાત કરીએ તો એએચ-64ઈ હેલિકોપ્ટર અત્યાધુનિક લડાકુ હેલિકોપ્ટરમાં ગણવામાં આવે છે, જેમાં આધુનિક શસ્ત્ર પ્રણાલી અને રાતમાં લડવાની ક્ષમતા છે.

એકદમ ઓછી ઊંચાઈ પર ઉડીને હવાઈ હુમલાની સાથે જમીન પર હુમલો કરવામાં પણ સક્ષમ છે. આ હેલિકોપ્ટર અમેરિકાના સૈન્યના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટર છે. જે હેલફાયર મિસાઈલથી લેસ છે. અપાચે હેલિકોપ્ટરમાં ટર્બોસોફ્ટ એન્જિન લાગેલા છે. તેનું વજન 5165 કિલો છે. અપાચે હિલેકોપ્ટરમાં એજીએમ-114 હેલિફાયર મિસાઈલ અને હાઈડ્રા 70 રોકેટ પોડ્સ પણ લાગેલા છે. આ હિલકોપ્ટરનો ઉપયોગ તમામ યુદ્ધોમાં થઈ ચૂક્યો છે. અમેરિકી સેના તેને ગલ્ફ વોરના સમયે અને ફાલ્કન વોર દરમિયાન કરી ચૂક્યા છે.

આ હેલિકોપ્ટર બ્રિટન, અમેરિકા સહિત 19 દેશો સાથે છે. તેમાં બહારની બાજુએ ત્રણ હુક છે, જેમાં ભારે સામાન લટકાવીને આ ઉડાણ ભરી શકે છે. અપાચે હેલિકોપ્ટરની મદદથી ભારતીય સેના ન માત્ર પશ્ચિમી સીમા પર દુશ્મનોના પૂરચા ઉખાડવામાં સફળ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp