USA જવા ઇચ્છતા લોકો માટે ગુડ ન્યૂઝ!

PC: businesstoday.in

અમેરિકા જવાનો પ્લાન કરી રહેલા ભારતીયો માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકાએ પર્યટકો, શ્રમિકો અને વિદ્યાર્થીઓ સહિત ભારતીય યાત્રીઓ માટે વધારાના 2 લાખ 50 હજાર વિઝા અપોઇન્ટમેન્ટ ખોલ્યા છે. તેને લઇને કહેવામાં આવ્યું કે વિઝાની વધતી માગ પૂરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકન દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું, જ્યારે 2024 માં અત્યાર સુધી 1.2 મિલિયન કરતા વધુ ભારતીયોએ અમેરિકાની યાત્રા કરી છે.

આ આંકડો 2023ની આજ અવધિની તુલનામાં 35 ટકા વધુ છે. લગભગ 60 લાખ ભારતીયો પાસે અમેરિકા જવા માટે ગેર-અપ્રવાસી વિઝા છે, જેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. દૂતવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘વિઝાને લઇને હાલમાં જ નવા સ્લોટ જાહેર કરવામાં આવ્યા છે. તેનાથી સેકડો હજારો ભારતીય અરજદારોને સમય પર ઇન્ટરવ્યૂ આપવામાં મદદ મળશે. યાત્રાની સુવિધા મળશે. આ જ તો લોકો વચ્ચે સંબંધોનું કરોડરજ્જુ છે, જે અમેરિકા-ભારતના સંબંધોને મજબૂતી આપે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અમેરિકન મિશને સતત બીજા વર્ષે 10 લાખ ગેર-અપ્રવાસી વિઝા અરજીઓને પાર કરી લીધી છે. બ્રાયનના જણાવ્યા મુજબ, આ વર્ષના ઉનાળામાં વિદ્યાર્થી વિઝા સીઝન દરમિયાન રેકોર્ડ સંખ્યામાં અરજી આવી. હવે અમે પરિવારોને એક સાથે લાવવા, વ્યવસયોને જોડવા અને પર્યટનને સુવિધાજનક બનાવવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીના સંદર્ભે નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડેને વિઝા પ્રક્રિયામાં સુધાર અને તેજી લાવવાને લઇને વાતચીત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, મને એમ કહેતા ખુશી થઇ રહી છે કે અમે એ વાયદો પૂરો કર્યો. દૂતાવાસ અને 4 વાણિજ્ય દૂતવાસોમાં કાઉન્સિલર ટીમો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે વધતી માગને પૂરી કરી શકાય. અમેરિકન પ્રશાસન તરફથી કેટલાક આંકડા અગાઉ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એ મુજબ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી અમેરિકા તરફથી 600,000 વિદ્યાર્થી વિઝા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ એક ચતુસ્થાઉંસ ભારતીય હતા. અમેરિકાએ વિઝા અરજીઓમાં વિલંબ અને બેકલોંગને ઉકેલવા માટે પણ પગલાં ઉઠાવ્યા છે જે કોરોના મહામારીના કારણે સામે આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp