26th January selfie contest

ચીફ જસ્ટિસે જે કહ્યું તે વાંચીને તમને આપણા જજોની હાલત વિશે દયા આવશે

PC: hindi.theprint.in

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ અને જજોની રજાઓને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં મીડિયાના એક કોન્ક્લેવમાં જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચુડને જજોની રજાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે વિગતવાર જવાબ આપ્યો. અન્ય દેશોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા.

CJI ચંદ્રચુડે કહ્યું કે, લોકો અમને કોર્ટમાં સવારે 10.30 થી બપોરના 4 વાગ્યા સુધી જ બેઠેલા જુએ છે. તેઓ દરરોજ 40 થી 60 કેસ સાંભળે છે. કોર્ટના સમય એટલે કે 10.30 થી 4 દરમિયાન અમે જે કામ કરીએ છીએ તે અમારા કામનો એક નાનો ભાગ છે.

CJI DY ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, અમારે કેસની તૈયારી માટે લગભગ એટલો જ સમય ફાળવવો પડે છે, જે બીજા દિવસે સાંભળવાની હોય છે. તમામ કેસોમાં જજમેન્ટ અનામત રાખવામાં આવે છે, એવા કેસમાં જજ શનિવારે પોતાનો ચુકાદો લખે છે. પછી રવિવારે અમે સોમવારના કેસો વાંચીએ છીએ અને તેની તૈયારી કરીએ છીએ. આમ સુપ્રીમ કોર્ટના દરેક જજ અઠવાડિયામાં 7 દિવસ કામ કરે છે.

એક ડેટા શેર કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8 થી 9 દિવસ અને વર્ષમાં લગભગ 80 દિવસ બેસે છે. ઑસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટ મહિનામાં માત્ર 2 અઠવાડિયા અને વર્ષમાં લગભગ 100 દિવસ માટે બેસે છે. સિંગાપોરની કોર્ટ વર્ષમાં 145 દિવસ ચાલે છે. બ્રિટન લગભગ આપણા જેટલું જ કામ કરે છે. ભારતની સર્વોચ્ચ અદાલત વર્ષમાં લગભગ 200 દિવસ બેસે છે.

જસ્ટિસ ચંદ્રચૂડ કહે છે કે, ઘણા લોકો એ નથી સમજી શકતા કે વેકેશન દરમિયાન પણ અમારો મોટાભાગનો સમય અનામત રાખવામાં આવેલા કેસોના નિર્ણયો તૈયાર કરવામાં પસાર થાય છે. કારણ કે કામકાજના દિવસોમાં અમારી પાસે સમય જ નથી, અમે સાતેય દિવસ કામ કરીએ છીએ.

તેનું ઉદાહરણ આપતા CJIએ કહ્યું કે, ગત શિયાળાના વેકેશન દરમિયાન હું મારા જ્યુડિશિયલ ક્લાર્ક સાથે ચુકાદાઓ પર કામ કરી રહ્યો હતો. જે મારે પહોંચાડવાનું હતું. આપણે સમજવું પડશે કે, ન્યાયાધીશનું કામ માત્ર કેસોનો નિકાલ કરવાનું નથી. કેસના દરેક પાસાઓ વિશે વિચારવું પડે છે, કાયદો વાંચવો પડે છે. જો તમે ન્યાયાધીશોને વિચારવાની અને સમજવાની તક ન આપો, તો તમે ગુણવત્તાયુક્ત ચુકાદાની અપેક્ષા રાખી શકતા નથી.

અહીં તમને જણાવી દઈએ કે, મીડિયા દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જ કાયદા મંત્રી કિરેન રિજિજુએ સુપ્રીમ કોર્ટમાં જજોની રજાઓને યોગ્ય ઠેરવી હતી. રિજિજુએ કહ્યું હતું કે, SC ન્યાયાધીશો પર કામનું ભારે દબાણ છે. આવી સ્થિતિમાં રજાઓ જરૂરી છે.

ભારતની સર્વોચ્ચ અદાલત વર્ષમાં લગભગ 193 દિવસ કામ કરે છે. તેવી જ રીતે હાઈકોર્ટ લગભગ 210 દિવસ કામ કરે છે. ટ્રાયલ કોર્ટ 245 દિવસ કામ કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, સેવા નિયમો અનુસાર હાઈકોર્ટ પોતાનું કેલેન્ડર સેટ કરી શકે છે. આનો અર્થ એ છે કે સમયગાળો આગળ-પાછળ જઈ શકે છે.

સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો વર્ષમાં લગભગ ત્રણ વખત રજાઓ પડે છે. વાર્ષિક ઉનાળુ વેકેશન, જે લગભગ 7 અઠવાડિયાનું હોય છે. તે મેના અંતથી શરૂ થાય છે અને પછી જુલાઈમાં કોર્ટ ફરીથી ખુલે છે. આ પછી દશેરા અને દિવાળી દરમિયાન લગભગ એક અઠવાડિયાની રજા હોય છે. તેવી જ રીતે ડિસેમ્બરના અંતમાં બે સપ્તાહની રજા હોય છે.

એવું નથી કે, વેકેશન દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કામકાજ પૂર્ણ રીતે ઠપ થઈ જાય છે. ન્યાયાધીશો તાત્કાલિક કેસોની સુનાવણી માટે ઉપલબ્ધ હોય છે. બે કે ત્રણ ન્યાયાધીશોની બેંચને 'વેકેશન બેન્ચ' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2017માં ઉનાળાના વેકેશન દરમિયાન, તત્કાલિન CJIની આગેવાની હેઠળની બેન્ચે 6 દિવસ સુધી ટ્રિપલ તલાક સંબંધિત કેસની સુનાવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp