ઓનલાઈન લીકર મંગાવતા પહેલા આ જરૂર વાંચી લેજો, નહીં તો બની જશો ઠગોનો શિકાર

PC: washingtoncitypaper.com

જો તમે ઓનલાઈન દારૂ અથવા બીયર મંગાવતા હો, તો તમારે થોડા સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે તમે ઠગોના નિશાના પર આવી શકો છો. ઠગોએ આજકલ ઠગવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેને માટે તેઓ ઈન્ટરનેટ પર દર્શાવાયેલી લીકરની દુકાનોની ડિટેલ્સમાં પોતાનો નંબર પોસ્ટ કરી રહ્યા છે. જેને કારણે ગ્રાહક લીકરનો ઓર્ડર તેમને આપી દે છે. ઓર્ડર લીધા બાદ તેઓ ઈ-વોલેટથી પેમેન્ટ કરવા કહે છે. પેમેન્ટ બાદ જ્યારે ઓર્ડર ન પહોંચે ત્યારે ગ્રાહકને તેની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવે છે.

મુંબઈના ઘણા પોલીસ સ્ટેશનોમાં આજકાલ આ પ્રકારની ફરિયાદો આવી રહી છે. 6 પોલીસ સ્ટેશનોના પોલીસ આવા કેસોમાં તપાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર વાઈન મર્ચન્ટ્સ એસોસિએશનની પાસે એક ડઝન લીકરની દુકાનોના માલિકોએ ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસરા, એવી ઘણી એપ્સ છે, જે યુઝર્સને સર્ચ એન્જિન પર પોતાના વ્યવસાય સંબંધી જાણકારીમાં ફેરફાર કરવાનો અધિકાર આપે છે. સર્ચ એન્જિન પર આવા કોઈપણ ફેરફાર કરવામાં આવે તો તે અંગેનુ એક નોટિફિકેશન દુકાનના માલિકને પહોંચવુ જોઈએ, પરંતુ મોટાભાગે એવુ થતુ નથી. તેમજ દુકાનના માલિક, મેનેજર કે તેમના કર્મચારી સર્ચ એન્જિનમાં દર્શાવાયેલી વિગતો ચેક કરવુ જરૂરી નથી સમજતા હોતા, જેને કારણે આવા કિસ્સાઓ બની રહ્યા છે.

આ અંગે દુકાનદારોનુ કહેવુ છે કે, આવા કિસ્સાઓને કારણે તેમની છબી ખરાબ થઈ રહી છે અને તેમનો વ્યવસાય પણ પ્રભાવિત થઈ રહ્યો છે. આથી, મહારાષ્ટ્ર વાઈન મર્ચન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ દિલીપ જ્ઞનાનીએ તમામ દુકાનદારોને ઈન્ટરનેટ પર આપવામાં આવેલી તેમની દુકાનની માહિતીને ચેક કરતા રહેવાની સલાહ આપી છે. એસોસિએશન પાસે છેલ્લાં 3 મહિનામાં ઠગીની 5 ફિરીયાદો આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp