NASA જશે ઉત્કર્ષનો પ્રોજેક્ટ, 150 રૂપિયામાં કર્યો હતો તૈયાર

PC: aajtak.in

ગ્રેટર નોઇડામાં દાદરીમાં એક નાનાકડું ગામ થે છાયસાં. ત્યાંનો એક છોકરો હવે NASA જશે. તેની સાથે ઓમ નામનો છોકરો પણ હશે. 15 વર્ષીય ઉત્કર્ષ હજી ઉત્તર પ્રદેશ બોર્ડથી 10માં ધોરણની પરીક્ષા આપી રહ્યો છે. ઉત્કર્ષે જાન્યુઆરીમાં એક સાયન્સ કોમ્પિટિશનમાં હિસ્સો લીધો હતો, જેમાં તેણે વાયરલેસ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર બનાવ્યું હતું. ઉત્કર્ષ બતાવે છે કે, મેં ત્યાં પોતાનો પ્રોજેક્ટ માત્ર 150 રૂપિયામાં તૈયાર કર્યો હતો, જ્યારે કોમ્પિટિશનમાં હિસ્સો લેનારા બીજા બાળકોએ પોતાના પ્રોજેક્ટ પર 25 હજારથી એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ઉત્કર્ષને થોડા સમય માટે લાગ્યું કે, તે બીજા બાળકો સામે ક્યાંય ટકશે નહીં, પરંતુ આટલી ઓછી ઉંમરમાં ઉત્કર્ષના આઇડિયા અને ઈનોવેશનને સાંભળીને DM પ્રભાવિત થઈ ગયા. DMએ ઉત્કર્ષને એવી ટીમનો હિસ્સો બનાવ્યો, જે રોવર બનાવી રહી હતી. હવે એ રોવર બનીને તૈયાર થઈ ગયું છે, જેણે NASAમાં એક હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જમાં ભાગ લેવાનું છે. પોતાની ટીમ સાથે ઉત્કર્ષ જલદી જ રવાના થશે. જો કે, ઉત્કર્ષનું જીવન વધારે સરળ નથી. ઉત્કર્ષની ઉંમર અત્યારે 15 વર્ષ છે. 8 વર્ષ અગાઉ તેના પિતા ઉપેન્દ્રને બ્રેન હેમરેજ થયું હતું.

ઘરનો ખર્ચ ઉત્કર્ષના દાદા સુરેન્દ્ર સિંહ ખેતી કરીને કાઢે છે. ઉત્કર્ષ ખેતીમાં પણ મદદરૂપ થાય છે. તમને જાણીને હેરાની થશે કે ઉત્કર્ષ શરૂઆતથી જ સરકારી શાળાનો વિદ્યાર્થી રહ્યો છે. તે અત્યારે પણ સરકારી શાળામાં જ ભણી રહ્યો છે. ઉત્કર્ષ બતાવે છે કે તેણે અગાળ જઈને ડિઝાઇનિંગ એન્જિનિયર બનવું છે. ઉત્કર્ષની માતા કહે છે કે, ભણવામાં તો તે હંમેશાં ખૂબ સીરિયસ રહ્યો છે. શાળાએથી આવ્યા બાદ તરત જ વાંચવા બેસી જાય છે, પરંતુ અમે ક્યારેય એ વિચાર્યું નહોતું કે અમારો દીકરો NASA સુધી પહોંચશે.

ઉત્કર્ષણ પિતા ઉપેન્દ્ર બતાવે છે કે, મેં ખૂબ માઠો સમય પણ જોયો છે, બ્રેન હેમરેજ બાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે બધાએ તેને ખોટું કહ્યું કે તે માત્ર 3 દિવસ વેન્ટિલેટર પર હતો, પરંતુ હકીકતમાં તે 3 મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યો. આજે મારા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. દીકરો આખા પરિવારના સપના પૂરા કરશે. વત્સ રાજ સ્વતંત્ર ભારત ઇન્ટર કોલેજમાં જીવ વિજ્ઞાનના પ્રવક્તા ડૉ. રજનીશ કુમારે જણાવ્યું કે, ઉત્કર્ષ ભણવામાં ખૂબ તેજ હોવા સાથે ખૂબ ક્રિએટિવ પણ છે.

પૂર્વમાં તેણે દનકૌર, નોઇડા, GIC અને GGICમાં જનપદ સ્તરીય વિજ્ઞાન પ્રદર્શનીમાં પોતાનો પ્રોજેક્ટ દેખાડ્યો, પરંતુ ત્યારે તેને સફળતા ન મળી. જાન્યુઆરીમાં એક ખાનગી સંસ્થામાં સાયન્સ મોડલ પ્રતિયોગિતા થઈ હતી. નિષ્ફળતાથી પરેશાન થઈને ઉત્કર્ષ ભાગ લેવા માંહતો નહોતો. તેના પર બધાએ તેને મોટિવેટ કર્યો. તેણે હિસ્સો લેતા પોતાના પ્રોજેક્ટને દેખાડ્યો. તેના પ્રોજેક્ટ પર તેને 16 સભ્યોની ટીમમાં જગ્યા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp