ઉત્તર પ્રદેશ: 22 વર્ષ જુના એક કેસમાં ભાજપના MLAને 2 વર્ષની જેલની સજા થઇ

PC: twitter.com

ભાજપના એક ધારાસભ્યને MP MLA કોર્ટે 22 વર્ષ જુના કેસમાં 2 વર્ષની જેલની સજાનો ચુકાદો સંભળાવ્યો છે. MP MLA કોર્ટે ખાસ ધારાસભ્યો અને સાંસદોના કેસો માટે બનાવવામાં આવી છે.સરકારી અધિકારીને ધમકી આપવાનો વર્ષ 2002માં કેસ નોંધાયો હતો.

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના મહસી વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્યને 2 વર્ષની જેલની સજા થઇ છે. 22 વર્ષ જુના એક કેસમાં ધારાસભ્ય સુરેશ્વર સિંહ પર થયેલા કેસની સુનાવણી કરતા MP MLA કોર્ટે 2 વર્ષની જેલની સજાનો ચુકાદો સંભળાવ્યો હતો.

ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહને આ સજા વર્ષ 2002માં Deputy District Magistrateને ધમકી આપવા માટે અને સરકારી કામગીરીમાં અડચણ ઉભા કરવાના કેસની સુનાવણી વખતે સંભળાવવામાં આવી. કોર્ટની આ કાર્યવાહીને કારણે બહરાઇચ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

ઉત્તર પ્રદેશના મહસી વિધાનસભમાં તે વખતે ભાજપના ધારાસભ્ય તરીકે સુરેશ્વર સિંહ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. વર્ષ 2002માં પ્રદેશની જનતાની સમસ્યા લઇને Deputy District Magistrate Office પહોંચ્યા હતા. તે વખતે સુરેશ્વર સિંહ અને Deputy District Magistrate વચ્ચે અથડામણ ઉભી થઇ ગઇ હતી. એ પછી તત્કાલિન Deputy District Magistrateએ 2 સપ્ટેમ્બર 2002ના દિવસે હરદ પોલીસ સ્ટેશનમાં સુરેશ્વર સિંહ વિરુદ્ધ સરકારી કામકાજમાં અડચણ ઉભી કરવા અને ધમકી આપવાની FIR કરી હતી. વર્ષ 2002થી આ કેસ ચાલી રહ્યો હતો. કોર્ટે Deputy District Magistrateના નિવેદનની સાથે અન્ય પુરાવાઓની તપાસ કરી હતી.

હવે લગભગ 22 વર્ષ પછી 5 જાન્યુઆરી 2024ને શુક્રવારે આ કેસની સુનાવણી કરતા એડિશનલ સિવિલ જજ અપર ડિવિઝન અને ACJM MP/MLA કોર્ટ અનુપમ દીક્ષિતે ધારાસભ્ય સુરેશ્વર સિંહને 22 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની જેલ અને 2,500 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

ધારાસભ્યને કોર્ટે સજા કરી છે એવા સમાચાર મળતાની સાથે બહરાઇચ જિલ્લામાં લોકોમાં હડકંપ મચી ગયો હતો. રાજકારણમાં પણ હોબાળો મચી ગયો છે.

સુરેશ્વર સિંહ મહસી વિધાનસભાથી 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સૌથી પહેલાં તેઓ 2007માં ધારાસભ્ય બન્યા હતા અને બીજી વખત 2017માં ધારાસભ્ય બન્યા હાત. વર્ષ 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરેશ્વર સિંહ ત્રીજી વખત જીત્યા હતા.

ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહના પિતા દિવંગત સુખદ રાજ સિંહ અને સુરેશ્વર સિંહના માતા નીલમ સિંહ પણ મહસી વિધાનસત્રા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp