‘રોટી વાલી અમ્મા’ ની દુકાન પાલિકાએ હટાવી દીધી, 20 રૂમાં ભોજન આપતા

PC: Khabarchhe.com

ઉત્તર પ્રદેશના આગ્રામાં 'રોટી વાલી અમ્મા'ના નામથી પ્રખ્યાત 82 વર્ષની મહિલા હવે પોતે રોટલીની મોહતાજ થઇ ગયા છે. એક સરકારી ફરમાને વૃદ્ધ મહિલાની રોટલીની દુકાન હટાવી દીધી છે, જે તેની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હતી. દુકાન ધરાશાયી થયા બાદ મહિલાની સામે જીવન નિર્વાહ કરવાનું સંકટ ઉભું થયું છે.

આગ્રામાં આવેલા સેંટ જોંસ રોડ ર ફુટપાથ પર રોટલી વેચીને 82 વર્ષની મહિલા ભગવાન દેવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભગવાન દેવી વર્ષ 2020માં સોશિયલ મીડિયા પર ‘રોટી વાલી અમ્મા’નામથી વાયરલ થયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી ભગવાન દેવીની અનેક લોકો મદદે આવ્યા હતા. તંત્ર તરફથી પણ ભગવાન દેવીને મદદ મળી હતી.

82 વર્ષીય ભગવાન દેવી સેન્ટ જોન્સ રોડ પર ફૂટપાથ પર રોટલી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભગવાન દેવી 2020માં સોશિયલ મીડિયા પર 'રોટી વાલી અમ્મા'ના નામથી વાયરલ થયા હતા.તેના વાયરલ થયા બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા હતા. અમ્માને સરકાર અને પ્રશાસન તરફથી પણ મદદ મળી.

આ વિસ્તારમાં મેટ્રોનું કામ શરૂ થવાને કારણે ‘રોટી વાલી અમ્મા’ની દુકાનને પાલિકાએ હટાવી દીધી છે. છેલ્લાં 4 મહિનાથી પાલિકાએ ભગવાન દેવીનો ધંધો બંધ કરાવી દીધો છે અને પોતાનો ધંધો ચાલુ કરવા માટે ભગવાન દેવી પાલિકાના ચક્કર કાપી રહ્યા છે.

82 વર્ષની વૃદ્ધ મહિલા ભગવાન દેવી મંદિર બાગ મુઝ્ફફ્રખાંનના રહેવાસી છે. તેમના પતિના મોત પછી તેમના પુત્રએ અમ્માને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એ પછી ભગવાન દેવીએ ભીખ નહીં માંગવાનો નિર્ધાર કર્યો હતો અને સેંટ જોંસ કોલેજની ફુટપાથ પર રોટલી બનાવવાનું કામ ચાલું કર્યું હતું.

‘રોટી વાલી અમ્મા’ ભગવાન દેવી 15થી 20 રૂપિયામાં લોકોને ભરપેટ ભોજન આપતા હતા.અનેક લોકો તેમની પાસે ભોજન કરવા માટે આવતા હતા. કોરોનાના સમયે ભગવાન દેવી મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ તે વખતે તેમનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો અને રાતોરાત તેઓ ફેમસ થઇ ગયા હતા અને લોકોની લાઇન લાગવા માંડી હતી

સોશિયલ મીડિયા પર છવાઇ ગયેલા ભગવાન દેવીને અનેક લોકોએ મદદ કરી. પાલિકાએ પણ તેમને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના હેઠળ ભગવાન દેવીને 10,000 રૂપિયાની નાણાંકીય મદદ કરી હતી. આગ્રાના સમાજસેવકોએ અમ્મા માટે લારી અને ગ્રાહકો માટે બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. અમ્માને કોરોના યોદ્ધોનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન સ્કીમ હેઠળ અમ્માને જગ્યા આપવાના પ્રયાસો કરવામાં આવશે.રોટી વાલી અમ્મા', ભગવાન દેવીએ કહ્યું કે તે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. મહાનગરપાલિકાએ દુકાન હટાવી લીધી. તેઓ દુકાનના નામે 10,000 રૂપિયાની માંગણી કરતા હતા.હવે મદદ માટે કોઈ આવતું નથી. મને દુકાન મળશે તો હુંકંઈક ધંધો કરી શકીશ, જો મને રોટલી બનાવવાની જગ્યા ન મળે તો હું થોડી સુકી વસ્તુઓ રાખીને કામ શરૂ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp