ભારતના આ રાજ્યમાં પણ ભૂકંપ મચાવી શકે છે તારાજી, સાયન્ટિસ્ટે આપી ચેતવણી
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી છે. હવે ભારતમાં પણ તેના કરતા વધુ ભયંકર ભૂકંપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપ ઉત્તરાખંડ ક્ષેત્રમાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને રાષ્ટ્રીય ભૂભૌતિકીય અનુસંધાન સંસ્થા (NGRI) માં ભૂકંપ વિજ્ઞાનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, તુર્કી કરતા પણ વધુ મોટા ભૂકંપનું જોખમ ઉત્તરાખંડ પર મંડરાઇ રહ્યું છે.
રાવે કહ્યું છે કે, વિનાશ ઘણા કારકો પર નિર્ભર કરશે જે એક ભૌગોલિક ક્ષેત્રથી બીજા ભૌગોલિક ક્ષેત્રમાં ભિન્ન હોય છે. તેમણે કહ્યું કે, અમે ઉત્તરાખંડ પર કેન્દ્રિત હિમાલયી ક્ષેત્રમાં આશરે 80 ભૂકંપીય સ્ટેશન સ્થાપિત કર્યા છે. અમે તેના પર રિયલ ટાઈમ નજર રાખી રહ્યા છીએ. અમારો ડેટા બતાવે છે કે, તણાવ ઘણા સમયથી ભેગું થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, અમારી પાસે ક્ષેત્રમાં જીપીએસ નેટવર્ક છે. જીપીએસ પોઈન્ટ હલી રહ્યા છે, જે સપાટીની નીચે થનારા પરિવર્તનોનો સંકેત આપી રહ્યા છે. રાવે કહ્યું કે, પૃથ્વીની સાથે શું થઈ રહ્યું છે, તે નિર્ધારિત કરવા માટે વેરિયોમેટ્રિક, જીપીએસ ડેટા પ્રોસેસિંગ વિશ્વસનીય રીતોમાંથી એક છે. રાવે ભાર આપીને કહ્યું, અમે સચોટ સમય અને તારીખની ભવિષ્યવાણી નથી કરી શકતા પરંતુ, ઉત્તરાખંડમાં ક્યારેય પણ ભારે ભૂકંપ આવી શકે છે. ભારતના આ ટોચના વૈજ્ઞાનિકની ટિપ્પણી બદ્રીનાથ અને કેદારનાથ જેવા તીર્થ સ્થળોના એન્ટ્રી ગેટ માનવામાં આવતા જોશીમઠમાં જમીન ધસવા અંગે વાત કરતી વખતે આવી છે.
આવનારા બે મહિનામાં ચાર ધામ યાત્રા શરૂ થઈ જશે. આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉત્તરાખંડના પહાડો પર ભેગી થાય છે. 8 અને તેના કરતા વધુ તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ વિનાશકારી હોય છે. તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. જ્યાં, હજારો ઈમારતો ધરાશાઇ થઈ ગઈ અને આ હોનારતમાં મરનારાઓની સંખ્યા 46 હજારને પાર નીકળી ગઈ.
તેમણે કહ્યું કે, હિમાલયી ક્ષેત્ર જે જમ્મૂ-કાશ્મીરથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે, ત્યાં 8 કરતા વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની આશંકા છે. તેમણે કહ્યું કે, નુકસાન જનસંખ્યા ઘનત્વ, ઈમારતો, પહાડો અથવા મેદાનોમાં નિર્માણની ગુણવત્તા અને અન્ય ઘણા કારકો પર નિર્ભર કરે છે. સમગ્ર હિમાલયી ક્ષેત્રમાં ભૂકંપની આશંકા વધુ છે, જેણે પહેલા વર્ષ 1720ના કુમાઉ ભૂકંપ અને વર્ષ 1803ના ગઢવાલ ભૂકંપ સહિત ચાર મોટા ભૂકંપ જોયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp