આ ભાજપશાસિતમા રાજ્ય શરાબના શોખીનોને જલસા, સરકારે ઘરમાં જ બાર શરૂ કરવા મંજૂરી આપી

PC: twitter.com

શરાબના શોખીનો માટે ભાજપ સમર્પિત એક રાજ્યએ ઘરમાં જ બાર ખોલવાની પરવાનગી આપી છે. જો કે કેટલાંક નિયમો રાખવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં શરાબના શોખીનોને જલસા પડી ગયા છે. નવી એક્સાઇઝ પોલિસીમાં, ધામી સરકારે લોકોને ઘરે વ્યકિતગત બાર ખોલવાની મંજૂરી આપી છે. મતલબ કે તમે ઘરમાં જ બાર ખોલી શકશો.જો કે, પ્રાઈવેટ બાર ખોલવા માટે આવા લોકોએ લાયસન્સ લેવું પડશે અને આ માટે તેમણે દર વર્ષે એક નિશ્ચિત ફી પણ ચૂકવવી પડશે. એટલું જ નહીં, ખાનગી બાર ધરાવતા લોકોને દારૂ વેચવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ઉત્તરાખંડમાં નવી આબકારી નીતિ 2023-24માં, રાજ્ય સરકારે શરાબ પ્રેમીઓના વ્યક્તિગત ઉપયોગ માટે હોમ બાર ખોલવાની મંજૂરી આપી છે. આ માટે લાયસન્સ મેળવવું પડશે. આ યોજના હેઠળ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના એક વ્યક્તિએ ઓનલાઈન અરજી કરી હતી અને તેને પોતાના ઘરમાં બાર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

આ જોગવાઈ માટે લાયસન્સ આપવામાં આવશે. આ અંગે એક્સાઇઝ પોલીસી અધિકારી રાજીવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસી મુજબ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંગત ઉપયોગ માટે દેહરાદૂનમાં આ પ્રકારનું પ્રથમ લાઇસન્સ આપવામાં આવ્યું છે.

લાયસન્સધારકને આ નીતિની શરતો અનુસાર જ વ્યક્તિગત ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. આટલું જ નહીં, 21 વર્ષથી ઓછી ઉંમરના ઘરના કોઈપણ સભ્ય જ્યાં બાર બનાવવામાં આવશે ત્યાં જશે નહીં. જાહેર રજાના દિવસે બાર બંધ રાખવાનો રહેશે.

આ શરતો પુરી કરવા માટે લાયસન્સધારક પાસેથી એફિડેવિટ પણ લેવામાં આવી છે. આવા બાર લાઇસન્સ માટે દર વર્ષે 12,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે અને ભારતીય બનાવટનો દારૂ 9 લિટર અને વિદેશી દારૂ 18 લિટર, બિયર 15.6 લિટર રાખવાની પરવાનગી આપવામાં આવશે.

HOME

આ નવી એક્સાઇઝ પોલીસી અંગે એક અધિકારીએ જણાવ્યું કે હવે લોકો પોતાની પસંદગીનો વધુ દારૂ ઘરે રાખવા માટે મુક્ત હશે. જો કે, તેમને એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકોને તેમના અંગત બારમાં ફક્ત બજારમાં સિવિલમાં વેચાતા શરાબ રાખવાની સ્વતંત્રતા રહેશે.

અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે કોઇ પણ વ્યકિત પોતાના ખાનગી બારમાં કેન્ટીન અથવા રાજ્ય બહારથી ખરીદેલી શરાબ રાખી શકશે નહીં.

ઘરે બાર ખોલવા માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા રાખવામાં આવી છે અને તેને સ્વીકારવાની જવાબદારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp