હાશ, આખરે 17 દિવસ પછી ટનલમાં ફસાયેલા 41 મજૂરો સહીસલામત બહાર આવ્યા

PC: twitter.com

આખા દેશના લોકોની જેની પર નજર હતી તે ઉત્તર કાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને આખરે 17 દિવસ પછી સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઉત્તરકાશીમાં બની રહેલી ટનલનો એક હિસ્સો દિવાળીના દિવસે વહેલી સવારે ધસી પડ્યો હતો અને તેમાં કામ કરી રહેલા 41 મજૂરો ફસાયા હતા. 17 દિવસ પછી એટલે કે 28 નવેમ્બરે તેમને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. દેશના લોકો કહી રહ્યા છે કે, ભગવાન તારો આભાર.

ઉત્તરાખંડમાં આવેલા ઉત્તરકાશીમાં બની રહેલી ટનલનો એક ભાગ દિવાળીના દિવસે એટલે કે 12 નવેમ્બરે ધસી પડ્યો હતો અને અંદર કામ કરી રહેલા 41 મજૂરો ફસાઇ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે તંત્ર, સરકાર, કેન્દ્ર સરકાર બધા કામે લાગ્યા હતા અને જબરદસ્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ટનલની અંદર મજૂરોને ઓક્સિજન અને ખાવાનું પુરુ પાડવામાં આવી રહ્યું હતું અને તેમને સહીસલામત બહાર કાઢવાના પ્રયાસના ભાગરૂપે અમેરિકાથી મશીન પણ મંગાવવામાં આવ્યું હતું, પરંતુ મશીન નિષ્ફળ ગયુ હતું.

એક તબક્કે એમ લાગતું હતું કે મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં મહિનો લાગી જશે, પરંતુ હાશકારો થાય તેવા સમાચાર સામે આવી ગયા અને 28 નવેમ્બર, મંગળવારે મજૂરોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર નિકળે એની તેમના પરિવારોને તો ચિંતા હતી, પરંતુ આખો દેશ તેઓ સહી સલામત બહાર નિકળે તેના માટે પ્રાથર્ના કરી રહ્યો હતો. આ એક મોટી ઘટના છે કે 17 દિવસ ટનલમાં ફસાયા પછી મજૂરો સહી સલામત બહાર આવી શક્યા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવા માટે 800 મીમી વ્યાસની પાઇપ પણ નાખવામાં આવી હતી અને NDRFની ટીમ પાઈપ દ્વારા કામદારો સુધી પહોંચી હતી અને આ ટીમ કામદારોને પાઇપ દ્વારા બહાર કાઢવામાં સફળ રહી હતી.રેસ્કયૂ ટીમે ફસાયેલા મજૂરોને પરિવારને પહેલેથી સુચના આપી દીધી હતી કે તેઓ કપડાંની બેગ તૈયાર રાખે, કારણકે ટનલની બહાર એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી હતી અને મજૂરોને સીધા હોસ્પિટલ દાખલ કરવાના હતા.

જયારે મશીન પણ નિષ્ફળ ગયું ત્યારે મેન્યુઅલ હોરીઝોન્ટલ ડ્રિલિંગ માટે બે ખાનગી કંપનીઓની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. એક ટીમમાં 5 નિષ્ણાતો હતા જ્યારે બીજી ટીમમાં 7 હતા. આ ટીમો બાકીનો કાટમાળ બહાર કાઢ્યો હતો અને આ પછી 800 મીમી વ્યાસની પાઇપ નાખવામાં આવી અને NDRFની ટીમોએ કામદારોને બહાર કાઢી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp