રંગ અને જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરી દેવો જોઇએ: RSS વડા મોહન ભાગવત
મોહન ભાગવતે નાગપુરના એક કાર્યક્રમમાં સારી વાત કહી હતી, તેમણે કહ્યુ હતુ કે રંગ અને જાતિની વ્યવસ્થાનો ત્યાગ કરી દેવો જોઇએ. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટી અપીલ કરી છે. તેમણે કહ્યુ કે વર્ણ અને જાતિ જેવા વિચારોનો પુરી રીતે ત્યાગ કરી દેવો જોઇએ. ભાગવતે કહ્યું કે ભેદભાવનું કારણ બનનારી દરેક ચીજ, તાળું, સ્ટોક અને બૈરલથી બહાર થઇ જવું જોઇએ. ભાગવત નાગપુરમાં એક પુસ્તક વિમોચનમાં બોલી રહ્યા હતા.
મોહન ભાગવતે કહ્યું હતું કે જાતિ વ્યવસ્થાની હવે કોઇ પ્રાસંગિકતા નથી. RSS પ્રમુખે ડો. મદન કુલકર્ણી અને ડો. રેણુકા બોકારે દ્રારા લખવામાં આવેલા પુસ્તક 'वज्रसुची तुंक'નો હવાલો આપીને કહ્યું હતું કે પહેલાં સામાજિક સમાનતાએ ભારતીય પંરપરાનો હિસ્સો હતી, પરંતુ એને ભુલાવી દેવામાં આવી અને તેના હાનિકારક પરિણામો સામે આવ્યા. તેમણે એ દાવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે વર્ણ અને જાતિ વ્યવસ્થામાં પહેલાં કોઇભેદભાવ નહોતો અને તેનો ફાયદો મળતો હતો.
ભાગવતે કહ્યુ કે જો આજે આ વિશે કોઇ પુછે તો જવાબ આપવો જોઇએ કે આ ભૂતકાળની વાત છે, તેને ભૂલી જાઓ. તેમણે કહ્યું કે, જે કઇં પણ ભેદભાવનું કારણ બને છે તેને બહાર કરી દેવું જોઇએ. RSS વડાએ કહ્યુ કે જૂની પેઢીએ દરેક જગ્યાએ ભૂલો કરી છે અને તેમાં ભારત કોઇ અપવાદ નથી.
ભાગવતે કહ્યુ કે, એ ભૂલોને સ્વીકારવમાં કોઇ મુશ્કેલી ન હોવી જોઇએ. જો તમને એવું લાગે કે આપણા પૂર્વજોએ ભૂલો કરી છે તો તેઓ નીચા થઇ જશે, તો મારે કહેવું છે કે એવું નહીં થાય, કારણકે બધાના જ પૂર્વજોએ ભૂલો કરી હતી.
આ પહેલાં દશેરાના એક સમારંભમાં RSS પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતે ગંભીર મનોમંથન કરીને એક વ્યાપક વસ્તી નિયંત્રણ પોલીસી લાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતુ કે, વસ્તી નિયંત્રણમાં સંતુલન હોવું જોઇએ. વસ્તી નિયંત્રણના અસંતુલનના પરિણામો આપણે ભોગવી ચૂક્યા છે. તેમણે આગળ કહ્યુ હતું કે આ 50 વર્ષ પહેલાં થયું હતુ, પરંતુ આજના સમયમાં પણ એ થઇ રહ્યું છે. પૂર્વી તિમોર નામનો એક નવો દેશ બન્યો, દક્ષિણ સુદાન દેશ બન્યો, કોસોવ દેશ બન્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp