રહેવા દો, ખબર નહીં મહારાજ ક્યારે CM બની જાય, વરૂણ ગાંધીએ મંચ પરથી અટકાવી દીધા

PC: aajtak.in

ભાજપા સાંસદ વરુણ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઊભેલા એક સાધુનો મોબાઈલ ફોન વાગી ગયો તો વરુણ ગાંધીના સમર્થકોએ તે સાધુને ટોક્યા. આ દરમિયાન વરુણ ગાંધી બોલ્યા, અરે રહેવા દો... ખબર નહીં મહારાજ ક્યારે મુખ્યમંત્રી બની જાય.

વરુણ ગાંધી માત્ર આટલે જ અટક્યા નહીં. તેમણે આગળ કહ્યું કે, જો તે મુખ્યમંત્રી બની ગયા તો આપણું શું થશે. સમયની ગતિને સમજો. વરુણ ગાંધીને અચ્છે દિન પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાજ જી મને લાગે છે હવે સમય સારો આવી રહ્યો છે. સાથે જ વરુણ ગાંધીએ જનતાને સલાહ આપતા કહ્યું કે, ભેડચાલમાં વોટ ન આપતા. એવું ન થાય કે કોઇ આવે, ભારત માતા કી જય બોલે, જય શ્રી રામ બોલે અને તમે તેને વોટ આપી દો.

ભેડચાલમાં વોટ ન આપતા

પીલીભીત સાંસદે કહ્યું કે, જ્યારે હું વિદેશ જાઉ છું તો લોકો મને પૂછે છે કે પીલીભીત કેવી જગ્યા છે. પીલીભીતની ઓળખ મારાથી છે. મારી ઓળખ પીલીભીતથી છે. આ ખૂબ જ પવિત્ર સંગમ છે. જ્યારે પણ હું અહીં આવ છું, બંગાળી સમાજને નિવેદન કરું છું કોઇને પણ વોટ આપો, પણ ભેડચાલમાં ન આપતા.

ભાજપા સામે વરુણ ગાંધીનો મોરચો

વરુણ ગાંધી સતત ભાજપા સામે મોરચો ખોલી રહ્યા છે. તે સોશિયલ મીડિયાથી લઇ મંચો સુધી સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. આ પ્રકારના નિવેદનોથી ભાજપા અને વરુણ ગાંધી વચ્ચે અંતર જોવા મળે છે. ઘણીવાર વરુણ ગાંધીના બચાવમાં તેમની માતા મેનકા ગાંધીએ પણ આવવું પડે છે.

આ પહેલા એકવાર વરુણ ગાંધીએ પીલીભીતના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, નહીં તો હું નેહરૂ જી ના વિરોધમાં છું. નહીં કે હું કોંગ્રેસના વિરોધમાં છું. આપણું રાજકારણ દેશને આગળ લઇ જવા માટેનું હોવું જોઇએ. નહીં કે ગૃહ યુદ્ધ પેદા કરવા માટે. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માગી રહ્યા છે. આપણે તેમને એ પૂછવું જોઇએ કે રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષાની દેશમાં કેવી સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp