25 લાખ રૂપિયામાં હરાજી થયો આ ખાસ નંબર, કાર માટે ખરીદાયો

PC: indiatv.in

લોકો પોતાના લકી અને મનપસંદ નંબર માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. કંઈક એવો જ મામલો તેલંગાણાથી સામે આવ્યો છે. હૈદરાબાદમાં એક વ્યક્તિએ 25 લાખ રૂપિયામાં પોતાની કાર માટે રજીસ્ટ્રેશન નંબર 9999 ખરીદ્યો છે. તેલંગાણા રાજ્ય સડક પરિવહન ઓથોરિટીના અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી. હૈદરાબાદના સંયુક્ત પરિવહન કમિશનર સી. રમેશે કહ્યું કે, અનોખા (ફેન્સી) રજીસ્ટ્રેશન નંબરોના ઓનલાઇન ઓક્શનમાં 9999 માટે સૌથી ઊંચી બોલી લાગી. જેમાં કાર માલિકે TG 09 9999’ નંબર માટે વિભાગને 25,50,002 રૂપિયાની ચૂકવણી કરી.

સોમવારે આયોજિત ફેન્સી નંબર ‘9999’ની હરાજીમાં 11 લોકોએ ભાગ લીધો અને આ નંબર 25.5 લાખ રૂપિયામાં વેચાયો. અધિકારીએ જણાવ્યું કે, આ કોઈ ફેન્સી નંબર માટે અત્યાર સુધી સૌથી ઊંચી બોલાયેલી રકમ છે, જે તેલંગાણામાં રેકોર્ડ છે. ફેન્સી નંબરમાં રુચિ રાખનાર કોઈ પણ વ્યક્તિ 50 હજાર રૂપિયાની ચૂકવણી કરીને તેને અનામત કરી શકે છે અને વધારે બોલીદાતા હોવા પર બોલીમાં ભાગ લઈ શકે છે.

ખૈરતાબાદ રોડ પરિવહન ઓથોરીટી (RTA) કાર્યાલયે સોમવારે અન્ય ફેન્સી નંબરોની હરાજી દરમિયાન 43 લાખ રૂપિયાથી વધારે રૂપિયાની કમાણી કરી. તેલંગાણાની કોંગ્રેસ સરકારે આ વર્ષે માર્ચમાં વ્હીકલ રજીસ્ટ્રેશન કોડને બદલીને TG કરી દીધો હતો. આ ખાસ નંબરને ખરીદનાર વ્યક્તિ બાબતે વધારે જાણકારી મળી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે 9 નંબરથી કાર માલિકને ખૂબ લગાવ હતો. એટલે તેણે ખરીદતી વખતે પૈસાની ચિંતા ન કરી.

આ દરમિયાન આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ, જેનાથી યુઝર્સ વહેંચાઈ ગયા કે શું કોઈએ એક સાધારણ નંબર પ્લેટ જેવી મહત્ત્વહીન વસ્તુ માટે આટલી રકમ ખર્ચ કરવી જોઈએ? કેટલાક યુઝર્સે કોઈ કવ્યક્તિના પોતાના પૈસાને પોતાની ઈચ્છા મુજબ ખર્ચ કરવાના અધિકારનો બચાવ કર્યો, બીજાઓએ તર્ક આપ્યો કે, આ પ્રકારે દેખાવટી ખર્ચ ઘણી સામાજિક ખરાબીની જડ છે એન પૈસાનો ગરીબોની મદદ કરવા જેવા સારા ઉપયોગ માટે કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp