ઉપરાષ્ટ્રપતિએ PM મોદીની તુલના મહાત્મા ગાંધી સાથે કરી, કોંગ્રેસે જુઓ શું કહ્યું

PC: insamachar.com

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના એક નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો છે. તેમણે PM નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધી સાથે કરી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, મહાત્મા ગાંધી છેલ્લી સદીના મહાન માણસ હતા જ્યારે PM નરેન્દ્ર મોદી યુગપુરુષ છે.

 

જૈન ગુરુ અને ફિલોસોફર શ્રીમદ રાજચંદ્રજીને સમર્પિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે, હું તમને એક વાત કહેવા માંગુ છું. છેલ્લી સદીના મહાન માણસ મહાત્મા ગાંધી હતા. આ સદીના યુગપુરુષ PM નરેન્દ્ર મોદી છે.

 

તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાથી આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ આપણને પ્રગતિના પંથે આગળ લઈ ગયા, જે આપણે હંમેશા જોવા માંગતા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાત્મા ગાંધી અને PM નરેન્દ્ર મોદી બંને શ્રીમદ રાજચંદ્રજીના ઉપદેશોને પ્રતિબિંબિત કરે છે.

કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે તેમના નિવેદનની ટીકા કરી અને તેને શરમજનક ગણાવ્યું. તેમણે કહ્યું કે, સાહેબ, જો તમે મહાત્મા ગાંધી સાથે સરખામણી કરો છો તો તે શરમજનક છે. આપણે બધા જાણીએ છીએ કે, ખુશામતની પણ એક મર્યાદા હોય છે અને તમે તે મર્યાદા વટાવી દીધી છે. ટાગોરે X પરના તેમના ટ્વિટમાં લખ્યું છે કે, 'ખૂબ આદર સાથે હું કહેવા માંગુ છું કે સાહેબ, તમારી ખુરશી અને આ હોદ્દા પર બેસીને ચાપલૂશી કરવાથી કોઈ મૂલ્ય ઉમેરાતું નથી.'

 

બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ પણ ધનખરના નિવેદન પર કહ્યું કે, સંસદમાં એક નવો યુગ શરૂ થયો છે કે એક સાંસદને ચોક્કસ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની છૂટ છે. અહીં તમને જણાવી દઈએ કે, તેમનો ઈશારો BJP સાંસદ રમેશ બિધુરી તરફ હતો, જેમણે BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ગૃહમાં વાંધાજનક નિવેદન આપ્યું હતું.

 

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીએ ટ્વીટ કર્યું, 'છેલ્લી સદીના મહાન માણસ મહાત્મા ગાંધી હતા, આ સદીના મહાન માણસ PM નરેન્દ્ર મોદી છે! હું ઉપરાષ્ટ્રપતિને પૂછવા માંગુ છું કે, PMના પક્ષના સાંસદને ચોક્કસ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંસદમાં કયા નવા યુગની શરૂઆત થઈ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp