સેલેરી માગવા ગયેલી નિરાધાર છોકરીને સલૂનના માલિકે જાહેરમાં માર માર્યો, જુઓ વીડિયો
હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક છોકરાઓ એક છોકરીને મારી રહ્યાં હતા. આસપાસ ભેગા થયેલા લોકો પણ ચુપચાપ આ ઘટનાને જોઇ રહ્યાં હતા. ભીડ આ લોકોથી છોકરીને બચાવે ત્યાં સુધી છોકરાઓ સતત છોકરીને લાકડીઓથી અને લાતોથી મારી રહ્યાં હતા.
પોલીસ તપાસમાં વાત સામે આવી છે કે 24 વર્ષની આ યુવતી નોઇડામાં એક ભાડાના ઘરમાં રહેતી હતી. તેનાં માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. યુવતી છેલ્લા કેટલાક મહિનાઓથી વીનસ યૂનિસેક્સ સલૂનમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. જ્યાં તેને મહિનાના 17 હજારનો પગાર મળતો હતો. છોકરીનો આરોપ છે કે, સલૂનના માલિકે તેને બે મહિનાથી પગાર આપ્યો ન હતો તેથી તેણે નોકરી છોડી દીધી હતી. 11 મેએ તે સલૂનમાં પગાર લેવા ગઈ, એ દરમિયાન મુખ્ય આરોપી સલૂનના માલિક અને તેના ત્રણ સાથીઓએ તેને રૂમમાં ખેંચી લીધી અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ग्रेटर नोएडा का वीडियो। पीड़ित लड़की ग्रेटर नोएडा के वीनस नाम के सैलून में काम करती है और जब सैलून मालिक वसीम से अपनी सैलरी मांगने गयी तो वसीम ने साथियों के साथ लड़की को बुरी तरह पीटा। वसीम को पुलिस ने गिरफ्तार कर लिया और बाकी आरोपी फ़रार है। pic.twitter.com/f5qOYEjWyy
— Jitender Sharma (@capt_ivane) May 14, 2019
છોકરી માંડ ત્યાંથી બચીને ભાગી તો સલૂનનો માલિક તેની પાછળ દોડ્યો હતો. છોકરીએ બચવા માટે તેના પર ઈંટ ફેંકી અને પછી જે પણ થયું, તેનો વીડિયો વાયરલ બન્યો. છોકરીને તેના વાળ પકડી જમીન પર પટકી દેવામાં આવી અને ડંડા અને લાતોથી તેની ધોલાઇ કરવામાં આવી હતી.
પોતાની સાથે થયેલા ગેરવ્યવહાર અંગે છોકરીએ કહ્યું છે કે, મારી સાથે સલૂનમાં જે પણ થયું, એ CCTV ફૂટેજમાં દેખાય છે. આ બાબતે રવિવારે પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. સોમવારે સવારે સલૂન માલિકની ઓળખ વસીમ તરીકે થઇ હતી અને નોઇડા પોલીસે તેની ધરપકડ કરીને તપાસ આગળ વધારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp