કેમ નારાજ થઈ ગયા અમિત શાહ? બધા સામે પૂર્વ રાજ્યપાલને ચેતવ્યા, જુઓ વીડિયો

PC: businesstoday.in

આંધ્ર પ્રદેશના નવા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના શપથગ્રહણ સમારોહના અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી કથિત રૂપે નારાજ નજરે પડ્યા. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌદરરાજનને ચેતવણી આપતા નજરે પડી રહ્યા છે. જો કે, તેને લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી. સૌદરરાજને ભાજપની ટિકિટ પર તામિલનાડુની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.

અમિત શાહ અને તેમની વચ્ચે થયેલી વાતચીતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સૌદરરાજન અને તામિલનાડુના પ્રદેશ પ્રમુખ અન્નામલાઇના સમર્થકો વચ્ચે ખેચતાણના સમાચાર છે. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં અન્નમલાઇને કોયમ્બતુર અને સૌદરરાજનને ચેન્નાઈ દક્ષિણ સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

લગભગ 20 સેકન્ડના વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે સૌદરરાજન મંચ પર બેઠા અમિત શાહ સાથે વાત કરે છે અને આગળ નીકળી જાય છે. ત્યારબાદ અમિત શાહ તેમને પાછા બોલાવે છે અને કંઈક સમજાવતા નજરે પડી રહ્યા છે. ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથ તરફથી આ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. તેઓ લખે છે કે ‘આ અમિત શાહ જી તરફથી તમિલિસાઈ અક્કાને સખત ચેતવણી જેવું લાગે છે, પરંતુ સાર્વજનિક ચેતવણીનું કારણ શું હોય શકે છે? સાર્વજનિક રૂપે ગેર જરૂરી નિવેદન આપવાનું?’

આ દરમિયાન અમિત શાહ પાસે મંચ પર કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા (જે.પી. નડ્ડા) અને નીતિન ગડકરી પણ નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં અન્નામલાઈ અને સૌદરરાજનના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર ખેચતાણ જોવા મળી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૌદરરાજને અપ્રત્યક્ષ રૂપે અન્નામલાઈ પર પ્રહાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp