બેંકમાં ગરબા રમતા કર્મચારીઓનો વીડિયો વાયરલ,કોંગ્રેસે કહ્યું-બજરંગદળ કંઈ નહિ બોલે

PC: jansatta.com

નવરાત્રી દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં તેને મોટા તહેવારની જેમ ઉજવવામાં આવે છે. જો કે સોશિયલ મીડિયા પર ગરબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ ગરબા એક બેંકના કર્મચારીઓએ ઓફિસમાં રમ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઓફિસમાં કર્મચારીઓ ગરબા રમી રહ્યા છે, તેમાં મહિલા અને પુરૂષ બંને છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સ્થિત એક્સિક્સ બેંકની ઓફિસનો છે. આ વીડિયો જોયા બાદ કોંગ્રેસ નેતાએ બજરંગ દળનું નામ લઈને સવાલ પૂછ્યો છે. આ અંગે ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે આ વીડિયો પર લખ્યું, 'આ એક્સિસ બેંક, ફોર્ટ બ્રાન્ચ, મુંબઈ બ્રાન્ચ છે, અહીં કોઈપણ ધાર્મિક પૂજા કે નમાઝ થઈ શકે છે. કોઈ પણ સોશિયલ મીડિયા પર્સન અથવા બજરંગ દળની વ્યક્તિ કંઈપણ કહેશે નહીં!' અંશુલે લખ્યું, 'આ કર્મચારી માટે આનંદ પ્રવૃત્તિનો એક ભાગ છે, જે વિવિધ સંસ્થાઓ સમય સમય પર તેમના સ્ટાફને પ્રોત્સાહિત કરવા, કામનો તણાવ દૂર કરવા અને એકબીજા સાથે થોડીક હળવી ક્ષણો વિતાવવા, દરેક કર્મચારી એકબીજા સાથે હળે મળે, સાથે વધુ સમય પસાર કરે તે માટે કરતી હોય છે કે કરાવતી હોય છે. શું કોંગ્રેસ આમાં પણ રાજકારણ શોધી રહી છે?'

અવધેશ શર્માએ લખ્યું, 'જો કોઈ મુસ્લિમ ટ્રેન, સ્કૂલ કે રેલવે સ્ટેશન કે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નમાઝ પઢે છે, તો હંગામો થાય છે, FIR દાખલ થાય છે, પરંતુ આપણા હિન્દુઓને ગમે ત્યાં કંઈપણ કરવાની સ્વતંત્રતા છે.' અન્યે લખ્યું, 'મને તેમનો ઉત્સાહ જોઈને ખુશી થાય છે. કેટલાક લોકો ચીડાતા હોય છે, અને કેટલાક લોકો ચિડાવતાં રહેશે.’ બીજાએ લખ્યું, ‘ઓફિસની માન મર્યાદા કોઈ પણ કિંમતે મેન્ટેન કરવી જોઈએ. શું આ લોકો નમાઝ પઢવાની પરવાનગી આપશે?'

અહીં તમને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકો કહે છે કે, આમાં કોઈ વાંધો નથી. ગરબા એ એક નૃત્ય છે, નહીં કે ધાર્મિક પૂજા પાઠ, તેથી તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. જ્યારે, કેટલાક લોકોનું કહેવું છે કે, જો ઓફિસમાં એક ધર્મની ઉજવણી કરવામાં આવી રહી છે, તો અન્ય ધર્મોને પણ સમાન સ્વતંત્રતા મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp