લોકડાઉનમાં ગામ જઈ રહેલા મજૂરો સાથે પોલીસે કર્યું આવું, Video વાયરલ થતા પોલીસે..

PC: huffingtonpost.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસની સામે લડવા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના બીજા જ દિવસે દેશભરના પોલીસકર્મી દ્વારા એ લોકોને સજા આપવાનો વીડિયો સામે આવી રહ્યા છે જે કર્ફ્યૂ તોડી રહ્યા છે કે લોકડાઉનના નિયમના વિરોધમાં રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે. એવો જ એક વીડિયો ઉત્તર પ્રદેશના બદાયૂમાંથી સામે આવ્યો છે. જ્યાં પોલીસકર્મી દ્વારા અમુક યુવકોને પીઠ પર બેગ બાંધી રસ્તા પર બેસી બેસીને ચાલવા પર મજબૂર કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જે યુવક દેખાઈ રહ્યા છે તેઓ મજૂર છે અને લોકડાઉનની વચ્ચે તેમના ઘરે જઈ રહ્યા છે, કોઈ યાતાયાત સાધન નહીં હોવાના કારણે તેઓ પગપાળા જ ઘરે પહોંચવા માટે નીકળી પડ્યા છે અને રસ્તામાં પોલીસ તેમને પકડી પાડે છે. પોલીસ તેમની દલીલ સાંભળ્યા વિના જ તેમને દંડ આપી દે છે અને ગરમીમાં રસ્તા પર બેસી બેસીને ચાલવા પર મજબૂર કરે છે.

બદાયૂ પોલીસ અધિકારીએ એકે ત્રિપાઠીએ આ મામલે કહ્યું કે, વીડિયોમાં જે પોલીસકર્મી દેખાઈ રહ્યા છે તે એક પ્રોબેશ્નર છે જેને વર્ષનો જ અનુભવ છે. સીનિયર ઓફિસર મોજૂદ હતા પણ તેઓ અન્ય કામો જોઈ રહ્યા હતા. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હું આ બદલ ક્ષમા માગુ છું અને જે પણ થયું તેના માટે શરમમાં છું.

દેશભરથી ઘરે પરત ફરી રહેલા મજૂરોના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. રોજની મજૂરી ન મળવા પર મજૂરો તેમના ઘરે પરત ફરી રહ્યા છે. યાતાયાત સેવા રદ્દ થવાને કારણે મજૂરોએ ઘણાં કિલોમીટર પગપાળા જ ચાલી ઘરે પરત ફરવું પડી રહ્યું છે. પૂરા દેશમાં લોકડાઉનને કારણે યાતાયાતના સાધનો બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp