નાણામંત્રી સામે GST પર સવાલ ઉઠાવ્યો તો વેપારીને માફી માગવી પડી, વીડિયો જુઓ

PC: x.com/DrDevakumaar

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે શ્રી અન્નપૂર્ણા હૉટલ શ્રંખલાના માલિક ડી. શ્રીનિવાસનની વાતચીતનો વીડિયો શુક્રવારે વાયરલ થઇ ગયો હતો, જના પર પર રાજકારણ ગરમાઇ ગયું છે. વીડિયો વાયરલ થયા બાદ થોડી જ મિનિટો બાદ DMK, કોંગ્રેસે હૉટલ વ્યવસાયીને કથિત રૂપે નાણાં મંત્રી પાસે માગવા માટે મજબૂર કરવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિંદા કરી હતી. જો કે, આ મામલાએ વેગ પકડતા જ તામિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઇએ હૉટલ વ્યવસાયી પાસે માફી માગી લીધી.

GST બેઠક દરમિયાન હૉટલ વ્યવસાયી શ્રીનિવાસને કહ્યું હતું કે, મીઠાઇ પર 5 ટકા GST છે, નમકીન પર 12 ટકા અને ક્રીમ પર 18 ટકા, પરંતુ સાદા બન પર કોઇ GST નથી. તેના પર ગ્રાહક મજાક કરતા કહે છે, બસ મને બન આપી દો, ક્રીમ હું પોતે નાખી દઇશ. તેમના એમ કહ્યા બાદ ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા. જો કે, જે વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે તેમાં હૉટલ વ્યવસાયી નાણા મંત્રીને કહે છે કે તેઓ કોઇ પાર્ટી સાથે જોડાયેલા નથી. તેમને માફ કરી દેવામાં આવે.

તેને લઇને તામિલનાડુના ભાજપ પ્રમુખે કહ્યું કે, તેઓ પોતાના પદાધિકારીઓ દ્વારા કરાયેલા આ કૃત્ય માટે માફી માગે છે, જેમણે એક સન્માનિત વ્યવસાયી અને માનનીય નાણાં મંત્રી વચ્ચેની એક અંગત વાતચીતનો વીડિયો શેર કરી દીધો. શ્રીનિવાસન તામિલનાડુના વ્યવસાયીઓની તાકત છે અને તેમણે રાજ્ય અને દેશ બંનેની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ બધાને અનુરોધ કરે છે કે આ મામલાને સસન્માન સાથે શાંતિથી સમાપ્ત કરી દે.

બીજી તરફ લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના પર સખત આપત્તિ દર્શાવતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, કોયમ્બતુરમાં અન્નપૂર્ણ રેસ્ટોરાં જેવા નાના વ્યવસાયના માલિકે સરળ GST વ્યવસ્થાની માગ કરી, પરંતુ તેમના અનુરોધને અહંકાર અને ઘોર અનાદર સાથે લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp