વંદે ભારત ટ્રેનની છતથી પાણી ટપકવાનો વીડિયો વાયરલ, રેલવેએ આપ્યો આ જવાબ

PC: x.com/SachinGuptaUP

દિલ્હીથી વારાણસી જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઘણા યાત્રીઓને ટ્રેનની છત પરથી પાણી ટપકવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કોચની છત પરથી પાણી ટપકતું નજરે પડી રહ્યું છે. ઘણા યાત્રીઓએ તેની ફરિયાદ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રેલવેની નિંદા કરી છે. X યુઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, ભારતની ટોપ મોસ્ટ પેસેન્જર ટ્રેનોમાંથી એક વંદે ભારત જુઓ. છતથી પાણી ટપકી રહ્યું છે. દિલ્હી-વારાણસી ટ્રેક છે અને ટ્રેન નંબર છે 22416.

કેરળ કોંગ્રેસના X હેન્ડલ પરથી પણ વીડિયો શેર કરીને રેલવે પર સવાલ ઊભો કરવામાં આવ્યો છે. કેરળ કોંગ્રેસે લખ્યું કે, આ 1 દિવસ 4 કલાક 32 સેકન્ડ જૂનો વીડિયો છે. જો એ તમારા કટઓફ સમયને પાર કરી શક્યો નથી તો શું તમે આ મુદ્દા પર ધ્યાન આપી શકશો? આ વરસાદનું પાણી દિલ્હી વારાણસી વંદે ભારત ટ્રેન 22416નું બતાવવામાં આવ્યું છે.

રેલવેએ આપ્યો જવાબ:

રેલવેએ તેના પર જવાબ આપ્યો છે. X પર નોર્ધન રેલવેએ લખ્યું- સર, તમારી ટ્વીટથી 19 કલાક 51 મિનિટ અગાઉ અમે રેલ મદદ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કર્મચારીઓએ જોયું કે, RMPUના રિટર્ન એર ગ્રીલથી પાણી ટપકી રહ્યું હતું. રન દરમિયાન તેને સારું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળી. અસુવિધા માટે દુઃખ છે! આજે સવારે સુધાર અને પાણીની તપાસ કરવામાં આવી. હવે એ પૂરી રીતે સારી છે.

પાણી ટપકવાનો વીડિયો આવ્યા બાદ ઘણા ઈન્ટરનેટ યુઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી અને રેલવે અધિકારીઓ પાસે સેવાઓની માગ કરી.  એક યુઝરે લખ્યું, વાહ અક્ષમતા ચરમ પર છે. હલ્દી લીકેજ. એક એકદમ નવી ટ્રેન છે. એ કયા પ્રકારની ખરાબ મેન્યૂફેક્ચરિંગ ક્વાલિટી છે? છત પરથી સ્પષ્ટ લીકેજ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp