PM મોદીએ લખેલા ગરબા પર દિવ્યાંગ બાળકીઓએ બોલાવી રમઝટ, જુઓ વીડિયો

PC: Khabarchhe.com

નવરાત્રીના અવસરે દિવ્યાંગ બાળકીઓએ કરેલા ગરબા નૃત્યને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ગુજરાતી ગરબાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો છે. આ ગરબાના બોલ છે 'ઘૂમે એનો ગરબો'. ગરબાના આ વીડિયોને અર્પણ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે.

આ વીડિયોને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવ્યાંગ બાળકીઓના ગરબા જોઈને અભિભૂત થઈ ગયા હતા. PM મોદીએ બાળકીઓના ગરબાનો વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું હતું કે, 'આને જોઈને હું અભિભૂત છું. આ ગીતમાં આ બાળકીઓએ આત્મા નાંખી દીધી છે. સર્વને નવરાત્રીની શુભેચ્છાઓ.'

PM મોદીએ 2012મા આ ગરબો લખ્યો હતો. આ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમને એક લેખક અને કવિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમણે ઘણા પુસ્તકો અને કવિતાઓ લખી છે. PM મોદીના લખેલા ગરબા પર બનેલા વીડિયોનું ડાયરેકશન શૈલેષ ગોહિલ અને ડૉ. બિંદુ ત્રિવેદીએ કર્યું છે. ઐશ્વર્યા મજૂમદાર અને અમી પારેખે આ ગરબામાં પોતાનો સૂર રેડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp